Home /News /national-international /

azadi ka amrit mahotsav : કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો, જોઈ રહ્યાં છો ને મહેબૂબા!

azadi ka amrit mahotsav : કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો, જોઈ રહ્યાં છો ને મહેબૂબા!

જમ્મુ કાશ્મમીરમાં હર ઘર તિરંગા

azadi ka amrit mahotsav : દિલને સૌથી વધારે ઠંડક પહોંચાડનાર કંઈ છે તો તે છે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) થી આવનાર તસવીરો અને વીડિયોને નિહારવા.. જમ્મુમાં તો ઠિક પરંતુ જે કાશ્મીરમાં ક્યારેક ભારતીય તિરંગા (har ghar tiranga) ને જગજાહેર રીતે આગ લગાવવામાં આવતી હતી ત્યાં તિરંગો લહેરાઇ રહ્યો છે

વધુ જુઓ ...
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માંથી આર્ટિકલ 370 (Artical 370) ને હટાવ્યાના ત્રણ વર્ષ પછી જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) મનાવી રહ્યું છે, ત્યારે કાશ્મીરની વાદીઓમાં પણ દેશના અન્ય હિસ્સાઓની જેમ જ પણ ‘હર ઘર તિરંગા’ (har ghar tiranga) અભિયાનને ઉત્સાહજનક સમર્થન મળી રહ્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિત સંખ્યાબંધ લોકોની તિરંગા સાથેની તસવીરો કાશ્મીરના દરેક વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ તસવીરો મહેબૂબા મુફ્તી (mehbooba mufti) જેવા અલગાવવાદી નેતાઓના ગાલ ઉપર થપ્પડ છે, જેમણે ક્યારેક અહંકારભર્યા સ્વરમાં કહ્યું હતુ કે, જો આર્ટિકલ 370 ખત્મ થશે તો ભારતના તિરંગા (Indian Flag) ને થામનાર કાશ્મીર ઘાટીમાં કોઈ મળશે નહીં.

દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પોતાની ચરમ પર પહોંચી ગયું છે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના સમારંભ તો બે દિવસ પછી 15 ઓગસ્ટે મનાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ ચારે તરફ તિરંગો જ તિરંગો નજરે પડી રહ્યો છે. દરેક ઘરથી લઈને રોડ-રસ્તામાં આવેલી નાનામાં નાની દુકાનો સુધી તો બજારથી લઈને હોસ્પિટલો સુધી અને ઓફિસથી લઈને મોલ સુધી લોકોએ પીએમ નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને પૂર્ણ સમર્થન આપ્યું છે. મહિલાઓ, બાળકો, યુવાઓ બધા એકજૂટ થઈને તિરંગો લહેરાવતા જોવા મળી રહ્યાં છે, તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી રહ્યાં છે, સોશિયલ મીડિયા પર પોતાની ડીપીમાં પોતાની તસવીરની જગ્યાએ તિરંગો લગાવી રહ્યાં છે. તિરંગાનો ખુમાર ચરમ પર છે.

કાશ્મીરમાં મળી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાનને જૌરશોરથી સમર્થન


દિલને સૌથી વધારે ઠંડક પહોંચાડનાર કંઈ છે તો તે છે જમ્મુ-કાશ્મીરથી આવનાર તસવીરો અને વીડિયોને નિહારવા.. જમ્મુમાં તો ઠિક પરંતુ જે કાશ્મીરમાં ક્યારેક ભારતીય તિરંગાને જગજાહેર રીતે આગ લગાવવામાં આવતી હતી ત્યાં તિરંગો લહેરાઇ રહ્યો છે. કાશ્મીરના દરેક ગામ, શહેર, ઘાટીમાં તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગા અભિયાનને કાશ્મીર ઘાટીની જનતાએ સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે. જ્યારે શ્રીનગરની ફેમસ ડલ તળાવમાં નિકળેલી શિકારોંની તિરંગા રેલી હોય અથવા પછી બાંદીપોરા, અનંતનાગ, કુપવાડા અથવા ત્રાલ ઘાટીમાં દરેક જગ્યાએ ભારતની આઝાદીનો 75માં વર્ષના સમારંભની ભવ્ય તૈયારી ચાલી રહી છે. ક્યાંક તિરંગા સાથે પ્રભાત ફેરી નિકાળવામાં આવી રહી છે, તો ક્યાંક તિરંગાને સલામી આપીને કૌમી તરાના (રાષ્ટ્રગીત) ગવાઇ રહ્યાં છે. ગીતોની જગ્યાએ કોમી તરાનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે.


મહિલાઓ તિરંગો લઈને ઉતરી રસ્તાઓ ઉપર


કાશ્મીર વાદીઓમાં રાષ્ટ્રગીતને કૌમી તરાના કહેવામાં આવે છે. શાળામાં ભણતી બાળકીઓ હોય કે પછી હિજાબ પહેરેલી મહિલાઓ, બધાના હાથમાં તિરંગો છે. ખુબ જ ઉત્સાહ સાથે રસ્તાઓ પર તેઓ તિરંગા રેલીમાં સામેલ થઈ રહી છે, ભારતના રાષ્ટ્રીય ધ્વજને પોતાના હાથમાં પકડીને કૌમી તરાના ગાઇ રહી છે.


અલગાવવાદીઓનો ગઢ રહેલ કાશ્મીર યૂનિવર્સિટીમાં પણ લહેરાઇ રહ્યો છે તિરંગો


જે કાશ્મીર યુનિવર્સિટી એક સમયે અલગતાવાદીઓનું વર્ચસ્વ ધરાવતી હતી, જ્યાં ભારતનો ત્રિરંગો લહેરાવી શકાતો ન હતો, જ્યાં શિક્ષકોનો એક મોટો સમૂહ અભ્યાસમાં ઓછો અને અલગાવવાદી-આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થતાં રહેતા હતા, ત્યાં પણ ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો છે, કૌમી તરાના ગાવામાં આવી રહ્યા છે. એવા લોકો મોટી સંખ્યામાં હતા જેઓ બે વર્ષ પહેલા સુધી ભાગ્યે જ ભારતનું રાષ્ટ્રગીત ગાઈ શકતા હતા કે યાદ કરી શકતા હતા, આજે તેઓ પૂરા ઉત્સાહથી અને લય સાથે ગાઈ રહ્યા છે.


મહેબૂબા મુફ્તીએ આપી હતી તિરંગાના બહિષ્કારની ધમકી


કાશ્મીર માટે આ એક મોટું પરિવર્તન છે. જ્યારે પાંચ વર્ષ પહેલા આર્ટિકલ 370 નાબૂદ કરવાની અટકળો ચાલી રહી હતી ત્યારે મહેબૂબા મુફ્તીનું અત્યંત બેજવાબદાર નિવેદન આવ્યું હતું. 29 જુલાઈ 2017ના રોજ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જો કલમ 370 હટાવવામાં આવશે તો કાશ્મીર ઘાટીમાં ભારતનો ધ્વજ પકડનાર કોઈ રહેશે નહીં. જે સમયે મહેબૂબાએ આ નિવેદન આપ્યું હતું તે સમયે તેઓ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. જણાવી દઈએ કે આ નિવેદન તે મહેબૂબાનું હતું, જેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રહી ચૂક્યા હતા. મહેબૂબાનું આ નિવેદન શરમજનક હતું. આનાથી પણ વધુ શરમજનક તે હતું જ્યારે મહેબૂબાએ કલમ 370 નાબૂદ થયાના દોઢ વર્ષ પછી ઓક્ટોબર 2020માં નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તિરંગો ફરકાવે નહીં.


મહેબૂબાને હજું પણ પોતાના નિવેદન પર શરમ નથી


હુર્રિયતનો ખેલ ખત્મ થઈ ગયા પછી પોતાને કાશ્મીરમાં અલગાવવાદીની સૌથી મોટી ધ્વજવાહક તરીકે પોતાને રજૂ કરવામાં લાગેલી મહેબૂબાને પોતાના નિવેદનો પર કદાચ બે વર્ષ પછી પણ શરમ ના આવે. જોકે, સામાન્ય રીતે કોઈપણ ભણેલો-ગણેલો વ્યક્તિ શરમથી માથૂ ઝૂકાવી લેતો. જે ભારતીય બંધારણ હેઠળ શપથ લઈને તે રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર બેસ્યા હતા, તે બંધારણના અનિવાર્ય ભાગ અને પ્રતીક સમા તિરંગા અંગે કેવી રીતે ઉશ્કેરણીજનક નિવેદન આપી શકે છે મહેબૂબા.


મહેબૂબાને ચિઢવી રહી છે કાશ્મીરની જનતા


પરંતુ હવે કાશ્મીરની જનતા જ મહેબૂબાને ઠંગો બતાવી રહી છે. કાશ્મીરની જનતા દેશ પ્રત્યે પોતાની ભાવના, રાષ્ટ્રગાન અને તિરંગા પ્રત્યે સન્માન દર્શાવીને મહેબૂબાને તેમની ઔકાત બતાવી રહી છે. જે હુર્રિયતની જગ્યા લેવા માટે બેચેન છે મહેબૂબા અને જે હુર્રિયતના કાર્યાલયમાં બેસીને ક્યારેક કાશ્મીરને ભારતથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવતું હતું, તેના ગેટ ઉપર પણ ભારતના તિરંગાની તસવીર દેશ અને દુનિયાએ વાયરલ થતાં દેખી, મહેબૂબાએ પણ જોઇ જ હશે.


દુનિયા પણ જોઈ રહી છે તિરંગામય કાશ્મીરને


આર્ટિકલ 370 નાબૂદ થયાને ત્રણ વર્ષ વીતી ગયા છે અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ તરીકે આઝાદીના અમૃત પર્વને જોરશોરથી ઉજવી રહ્યું છે ત્યારે કાશ્મીરની જે તસવીરો આવી રહી છે તે વિશ્વને ચોંકાવનારી હશે, ખાસ કરીને મોટાભાગે કાશ્મીરની સ્થિતિને પાકિસ્તાનની દ્રષ્ટિથી જોવાની આદત હતી. હાથમાં ત્રિરંગો લઈને રસ્તાઓ પર ચાલી રહેલા કાશ્મીરના લોકો દુનિયાને પોતાનું વલણ બદલવાની સલાહ આપી રહ્યા છે.


કાશ્મીરના યુવાનો જોડાઈ રહ્યાં છે મુખ્ય પ્રવાહમાં


કાશ્મીરના યુવાનો અલગતાવાદનો માર્ગ છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાઇ રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં કાશ્મીરના યુવાનોની માનસિકતામાં મોટો પરિવર્તન આવ્યો છે. તેઓ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો માર્ગ અપનાવવાની જગ્યાએ રોજગાર, સમૃદ્ધિ અને સારી આવતીકાલ વિશે વિચારી રહ્યા છે. જે થોડા લોકો હજુ પણ ભટકી રહ્યા છે, તેમના માટે હવે પરિસ્થિતિ સરળ નથી. ડાલ લેક કે જ્યાં નેવુંના દાયકામાં સેંકડો આતંકવાદીઓ હથિયારો સાથે ફરતા જોવા મળતા હતા, આજે દેશ-દુનિયાના પ્રવાસીઓ જોવા મળે છે, સ્થાનિક યુવાનો મસ્તી કરતા જોવા મળે છે.


વિકાસનો પવન, આતંકવાદ પ્રત્યે જીરો ટોલરેન્સ


જમ્મુ-કાશ્મીરના બંધારણીય-વહીવટી વડા તરીકે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ છેલ્લા બે વર્ષથી ખૂબ જ અસરકારક રીતે અમલમાં મૂકેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નીતિને કારણે આવું બન્યું છે. જો આ નીતિને સમજવી હોય તો આજે કાશ્મીર ઘાટીના કેટલાક સમાચાર તેની ઝલક આપે છે. સિન્હાએ પોતે શ્રીનગરના રાજભવનમાં કર્મચારીઓને ત્રિરંગાનું વિતરણ કરીને ત્રિરંગા ઝુંબેશને વ્યાપક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 25 ડીડીસી અને બીડીસી બિલ્ડીંગનો શિલાન્યાસ પણ કર્યો હતો, તેની સાથે આખા જમ્મુ-કાશ્મીરમાં વિકસિત કરવામાં આવેલા એક હજાર અમૃત સરોવરોનું ઉદ્ધાટન પણ કર્યં, તેટલું જ નહીં ભારતની આઝાદીના 75 વર્ષના ખુશીના અવસરે ગ્રામીણ રોજગાર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 75 હોમ સ્ટે લોન્ચ કરવામાં આવ્યા.


આતંકવાદીઓ અને તેમના સમર્થકો સિસ્ટમમાંથી થઈ રહ્યા છે બહાર


આ તમામ વિકાસ યોજનાઓ વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા, જે વહીવટીતંત્રની બીજા પાસાઓની ઝલક આપે છે. વિકાસ કરવાની કોશિશ પરંતુ આતંકવાદ પ્રત્યે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ. આતંકવાદ સાથે સંબંધ ધરાવતા ચાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત સાથે આનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમાંથી એક અસબા અર્જુમંદ ખાન છે, જેઓ ફારુક અહમદ ડાર ઉર્ફે બિટ્ટ કરાટેની બીબી તરીકે પણ પ્રખ્યાત છે, તે બિટ્ટા કરાટે, જેમની ક્રૂરતા અને નિર્દયતાની કહાની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ દ્વારા દેશભરના લોકો જાણતા થયા છે.


આતંકવાદી બિટ્ટા કરાટેની પત્નીને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ


વર્ષ 2011માં જમ્મુ અને કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પસંદગી પામ્યા બાદ પછી બિટ્ટા કરાટે સાથે લગ્ન કરવાની અસાબાની અલગાવવાદી-આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાની સ્ટોરી ખુબ જ જૂની છે. ધાંધલી અને સરકારી અધિકારીઓની મિલીભગતથી 2003 શેર-એ-કાશ્મીર યૂનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર સાયન્સ અને ટેકનોલોજીમાં નોકરી મેળનાર અસાબા 2007 સુધી સરકારી સેવામાં બનેલી રહી, તે પણ લાંબા સમય સુધી ડ્યુટીમાંથી ગાયબ રહેતી હોવા છતાં. આ દરમિયાન તે અલગાવવાદી ગતિવિધિઓમાં સક્રિય રીતે સામેલ રહી.


અસાબા આતંકવાદીઓ માટે ફંડ મેળવવાનું કરતી હતી કામ


જર્મની, યુકે, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોમાં તે આતંકવાદી સંગઠન JKLF માટે ભંડોળ એકત્ર કરતી હતી. તપાસ બાદ 2007માં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ ચાર વર્ષ પછી તે ફરીથી JKAS પરીક્ષા પાસ કરી અને 2011માં સરકારી અધિકારી બની ગઈ. અસબાની ગતિવિધિઓની તપાસ કર્યા બાદ આખરે લેફ્ટનન્ટ ગવર્નર સિંહાએ આજે ​​તેને સરકારી નોકરીમાંથી બરતરફ કરી દીધી છે.


આતંકવાદીઓના વધુ ત્રણ સમર્થકોને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ


અસબાની સાથે અન્ય ત્રણ સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે તો કાશ્મીર યુનિવર્સિટીમાં કામ કરનારા વૈજ્ઞાનિક અને શિક્ષક- મુહીત અહેમદ ભટ અને માજિદ હસન કાદરી છે, જ્યારે ત્રીજો જમ્મુ અને કાશ્મીર ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થાનો મેનેજર સૈયદ અબ્દુલ મુઈદ છે. આસાબાની જેમ આ ત્રણેય પર પણ આતંકવાદી-અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો કે આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. ભારતીય બંધારણની કલમ 311નો ઉપયોગ કરીને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.


સિસ્ટમને 'ક્લિન કરવા માટે ચાલી રહ્યું છે ઝડપી કામ


જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ અથવા આતંકવાદી સમર્થકો પ્રવેશ્યા છે, જેઓ છેલ્લા ચાર દાયકામાં આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા રાજકીય પક્ષો અને સરકારી અધિકારીઓના આશ્રય હેઠળ સિસ્ટમમાં પ્રવેશ્યા છે. મનોજ સિન્હાની આગેવાની હેઠળનું રાજ્ય વહીવટીતંત્ર એક પછી એક તપાસ કરીને આવા કલંકિત અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢી રહ્યું છે. તંત્રને ક્લિન કરવામાં ચોક્કસપણે સમય લાગશે પરંતુ સિન્હા આ ઝુંબેશને પૂર્ણ કરવામાં ખૂબ જ ગંભીર જણાઇ રહ્યાં છે.


બે વર્ષમાં જ બદલાઇ ગઈ કાશ્મીરની સ્થિતિ


આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ અને વિકાસ પ્રત્યે ગંભીરતા આ બે કારણો છે, જેના કારણે કાશ્મીરનું માહોલ બદલાઈ ગયું છે. ભ્રષ્ટ નેતાઓના પોતાના સ્વાર્થને કારણે લોકોએ વધતા આતંકવાદ અને ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડ્યું છે અને જ્યારે કલમ 370 નાબૂદ કર્યા પછી તેમને આઝાદી મળી અને વિકાસના કામો ઝડપથી થયા ત્યારે લોકો સ્પષ્ટ રીતે ફરક જોઈ શક્યા છે. તેથી જ તેઓ હવે ભારતનો તિરંગો પકડીને અલગતાવાદના નારા પર ધ્યાન આપવાને બદલે કે પથ્થરબાજીમાં સામેલ થવાને બદલે શાંતિ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે.

લોકો ડર્યા વગર લહેરાવી રહ્યાં છે ઘાટીમાં તિરંગો


જમ્મુ અને કાશ્મીરના અલગ ધ્વજનો ઉપયોગ બંધ થતાં અને દરેક જગ્યાએ તિરંગો ફરકાવ્યા પછીનો ફરક ઘાટીના લોકોએ જોઈ લીધો છે. આ જ કારણ છે કે કાશ્મીરમાં હરિ પર્વતની ટોચથી લઈને દાલ સરોવર સુધી, ગામડાથી શહેર સુધી તિરંગો જ તિરંગો છે. ન તો કાશ્મીરના લોકો આતંકવાદીઓથી ડરે છે કે ન તો નેતાઓના નિવેદનોની તેમના પર કોઈ અસર થાય છે. દરેક ઘર પર તિરંગો શાનથી લહેરાઇ રહ્યો છે, જે 15મી ઓગસ્ટે સૂર્યની કિરણોની જેમ ચમકશે અને અંકૂરિત બીજની જેમ ઊગી નિકળશે, જ્યારે હજારો લોકો ધ્વજ ફરકાવશે અને માત્ર શ્રીનગરમાં જ નહીં, પણ ગામડાઓ અને શેરીઓમાં પણ કૌમી તરાના ગાશે. તિરંગાની છાયામાં રહીને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે, તેથી હવે તેઓ કેમ કરીને રાષ્ટ્રગીતને ગાયા વગર છોડી શકે
Published by:kiran mehta
First published:

Tags: Brajesh kumar singh, Brajesh Kumar Singh Blog

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन