મોદીની મહત્વાકાંક્ષી યોજના પર ડોક્ટરોએ ઉઠાવ્યા પ્રશ્ન, સફળતા અંગે શંકા

News18 Gujarati
Updated: June 18, 2018, 10:15 PM IST
મોદીની મહત્વાકાંક્ષી યોજના પર ડોક્ટરોએ ઉઠાવ્યા પ્રશ્ન, સફળતા અંગે શંકા
સાથી દળોના બીજેપી સાથે મોહ ભંગ થવાના સવાલ પર પીએમએ કહ્યું કે હાલમાં જ થયેલી બે ઘટના- લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી આનો જવાબ છે.

  • Share this:
મોદી સરકારે આ વર્ષે સામાન્ય બજેટમાં ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે 'આયુષ્યમાન ભારત' યોજનાને અમલમાં લાવવાની જાહેરાત કરી હતી. આ યોજના દ્વારા શરૂઆતમાં 10 કરોડ ભારતીય પરિવારને ગુણવત્તાપૂર્ણ ચિકિત્સા આપવાની યોજના છે. જોકે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વર્તમાન પેકેજને જોતા આ યોજનાની સફળતા પર શંકા વ્યક્ત કરી છે. આઈએમએમાં બે લાખથી વધારે ડોક્ટર સામેલ છે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ વાનખેંડકર અને મહાસચિવ આરએન ટંડને જણાવ્યું કે, આયુષ્યમાન ભારત- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરશ્રા યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરેલા રેટ ખુબ જ ઓછો અને અવ્યવહારિક છે. આઈએમએનું કહેવું છે કે, સરકાર દ્વારા નક્કી કરેલા પેકેજમાં સારવારનો 30. ટકા હિસ્સો પણ કવર થતો નથી. એવામાં કોઈપણ હોસ્પિટલ આ રેટ પર દર્દીઓની સુરશ્રાના કરાર કર્યા વગર સારવાર કરી શકતી નથી. જણાવી દઈએ કે, નાણામંત્રી અરૂણ જેટલીએ 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં આયુષ્યમાન ભારત યોજનાની જાહેરાત કરી હતી. આને મોદીકેરના નામે પણ ઓળખવામાં આવે છે. મોદી કેરને દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ગણાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે આ યોજનાને લાગૂં કરવાના છે.

ઉપલ્બધ આંકડાઓના આધારે નક્કી કરવામાં આવ્યો પેકેજ રેટ : સરકારનું કહેવું છે કે, ઉપલ્બધ આંકડાઓ અને સ્ટાન્ડર્ડના આધાર પર જ આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબીએનએચપીએમ)ના પેકેજ રેટ નક્કી કરવામાં આવ્યા છે. એબીએનએચપીએમના મુખ્ય કાર્યકારી ઈન્દુ ભૂષણે જણાવ્યું કે સરકાર દ્વારા નક્કી રેટથી હોસ્પિટલોનો મોટાભાગનો ખર્ચ કવર થઈ જશે. તેમને તે પણ સ્પષ્ટ કર્યું કે, સરકાર કોસ્ટ પ્રાઈઝનું અધ્યયન કરવાની યોજના બનાવી રહી છે, જેથી જરૂરત પડવા પર સંબંધિત રેટમાં થોડો ફેરફાર કરી શકાય. નીતિ આયોગ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આવનારા કેટલાક મહિનાઓમાં આ બાબતને અધ્યન કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ભૂષણે કહ્યું કે, અમે લોકો પેકેજ રેટને એટલો બધો નથી રાખવા માંગતા જે લોકો માટે શક્ય જ ના બની શકે, સાથે રેટ એટલા ઓછા પણ નથી રાખવા માંગતા કે, જે લાંબો સમય ચાલી ન શકે. અમે લોકો શિખવા અને સમજવા માટે તૈયાર છીએ. અમે કોસ્ટ વેલ્યૂને સમજવા માટે અધ્યન કરાવવાનું નક્કી કર્યું છે, જેથી રેટ નક્કી કરવામાં મદદ મળી શકે. બીજી તરફ આઈએમએ દ્વારા આયુષ્યમાન ભારત પર આવનાર ખર્ચને વધારે પારદર્શક અને પબ્લિક ડોમેનમાં લાવવાની વાત કરી છે.

આયુષ્યમાન ભારત હેઠળ 1,354 ટ્રીટમેન્ટ પેકેજ : વડાપ્રધાન યોજનાની વેબસાઈટ પર આને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. તે અનુસાર, સરકારે મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના હેઠળ 1,356 ટ્રીટમેન્ટ પેકેજ નક્કી કર્યો છે. લાભાર્થીઓની પસંદગી સામાજિક-આર્થિક જાતિની વસ્તી ગણતરીનાં આંકડાઓના આધારે કરવામાં આવી છે. જણાવી દઈએ કે, નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં આ યોજનાનો ઉલ્લેખ કરતાં કરતાં સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ સ્વાસ્થ્ય કેન્દ્રોની સ્થાપના અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજનામાં લાભાર્થીઓને પ્રતિવર્ષે 05 લાખ રૂપિયા સુધી હેલ્થ કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
First published: June 18, 2018, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading