Home /News /national-international /

શું ગળાનું સેવન કરવાથી ખરેખર લીવર ખરાબ થાય છે? આયુષ મંત્રાલયે રિપોર્ટમાં કરી સ્પષ્ટતા

શું ગળાનું સેવન કરવાથી ખરેખર લીવર ખરાબ થાય છે? આયુષ મંત્રાલયે રિપોર્ટમાં કરી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર

Ministry of Ayush on giloy: આયુષ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ગળા પ્રત્યે જે પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે તે ભારતની પરંપરાગત ચિકિત્સા પ્રણાલી પ્રત્યે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે.

  નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણ દરમિયાન ગળા (ગિલોય-Giloy)નું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ (Immunity) વધતી હોવાનું કહેવામાં આવ્યું હતું. ડૉક્ટરો પણ દર્દીને ગળાનો ઉકાળો પીવાની સલાહ આપતા હતા. જોકે, જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ હેપેટોલૉજીમાં છપાયેલા એક અહેવાલ બાદ વિવાદ ઊભો થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગળાનું સેવન કરવાથી અનેક લોકોનું લીવર (liver disease) ખરાબ થયું છે. આ મામલે હવે આયુષ મંત્રાલય (Ministry of AYUSH) તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે. આયુષ મંત્રાલયે આ રિપોર્ટને ભ્રમ ફેલાવતો ગણાવ્યો છે.

  આયુષ મંત્રાલયે ગળાને લઈને છેડાયેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, ગળાથી લીવરને કોઈ નુકસાન થતું હોવાની વાત માત્ર એક અફવા છે. રિપોર્ટ પ્રમાણે ટિનોસ્પોરાકૉર્ડિફોલિયા (TinosporaCordifolia) એટલે કે ગળાનું સેવન કરવાથી મુંબઈમાં અત્યારસુધી છ લોકોનું લીવર ખરાબ થઈ ગયું છે. આયુષ મંત્રાલયનું કહેવું છે કે શોધ સાથે જોડાયેલા લોકો આ વિષયને યોગ્ય રીતે રાખવામાં નિષ્ફળ રહ્યા છે. આ જ કારણ છે કે આટલી ચર્ચા થઈ રહી છે.

  આ પણ વાંચો: અમદાવાદ: પાણીની ટાંકીમાંથી લાશ મળી તે યુવતી કોણ? હાથ પર છૂંદણામાં ત્રણ સ્ટાર અને J અક્ષર

  આયુષ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ગળા પ્રત્યે જે પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે તે ભારતની પરંપરાગત ચિકિત્સા પ્રણાલી પ્રત્યે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. ગળાનો ઉપયોગ ખૂબ લાંબા સમયથી જડીબુટ્ટી તરીકે કરવામાં આવે છે. અનેક ગંભીર બીમારીમાં પણ ગળાને ખૂબ જ અસરકારક માનવામાં આવી છે. આયુષ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે શોધમાં ગળા અને તેના તત્વોનું યોગ્ય રીતે વિશ્લેષણ નથી કરવામાં આવ્યું. શોધ સાથે જોડાયેલા લોકોની એવી જવાબદારી છે કે તેઓ એવું નિશ્ચિત કરે કે દર્દીઓને આપવામાં આવેલી જડીબુટ્ટી ગળો જ હતી, બીજી કોઈ નહીં.

  આ પણ વાંચો: સુરત: ત્રણ વર્ષથી નરાધમ બ્લેકમેઇલ કરીને આચરતો હતો દુષ્કર્મ, પરિવારની હિંમતથી કિશોરીએ ફરિયાદ નોંધાવી

  મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જડીબુટ્ટીની યોગ્ય ઓળખ ન થવાથી શોધના પરિણામ ખોટા આવે છે. ગળા જેવી દેખાતી અનેક જડીબુટ્ટી પણ છે. આથી સંશોધકો અન્ય કોઈ જડીબુટ્ટીની પસંદગી કરી લે તો ખોટા પરિણામ આવી શકે છે. આથી એ જરૂરી હતું કે સૌથી પહેલા જેના પર શોધ કરવામાં આવી હતી તે ગળો જ હતી કે નહીં તે નક્કી કરવાની જરૂર હતી પરંતુ આવું કરવામાં આવ્યું ન હતું.

  શું ગળો હાનિકારક છે?

  ગળો એટલે કે ટીનોસ્પોરાકાર્ડિફોલિયા એક પરંપરાગત ભારતીય જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ આદિકાળથી આયુર્વેદિક દવા બનાવવામાં થાય છે. ગળાને 'અમરતાનું મૂળ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જડીબુટ્ટીનો ઉપયોગ તમામ પ્રકારની બીમારીની સારવાર માટે કરવામાં આવે છે.

  આ પણ વાંચો: લગ્ન વિધિ ચાલી રહી હતી અને દુલ્હો ફરાર, બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા

  ગળાના ફાયદા

  કોરોના મહામારી દરમિયાન ગળાનો ઉપયોગ જડીબુટ્ટી તરીકે કરવામાં આવ્યો હતો. ગળાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાનો દાવો કરવામાં આવે છે. ડૉક્ટરોનું માનવું છે કે ગળો એન્ટીઑક્સિડેન્ટથી ભરપૂર હોય છે પરંતુ તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.

  >> ગળો મુક્ત કણોથી લડે છે અને બૉડીને ડિટૉક્સીફાઇ કરે છે.
  >> તે લોહીને શુદ્ધ કરે છે.
  >> લીવર સંબંધી બીમારીથી બચાવે છે.
  >> યૂરીનરી ટ્રેક ઇન્ફેક્શનને રોકે છે.
  >> પાચનશક્તિ સારી બનાવે છે.
  >> શ્વાસ સંબંધી બીમારી સામે લડે છે.
  >> ગળાના સેવનથી તણાવ અને ચિંતાથી રાહત મળે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર