આયુષ મંત્રી શ્રીપદ નાઇક કોરોનાથી સંક્રમિત, કહ્યું - સંપર્કમાં આવેલા લોકો કરાવે ટેસ્ટ

આયુષ મંત્રી શ્રીપદ નાઇક કોરોનાથી સંક્રમિત, કહ્યું - સંપર્કમાં આવેલા લોકો કરાવે ટેસ્ટ
આયુષ મંત્રી શ્રીપદ નાઇક કોરોનાથી સંક્રમિત, કહ્યું - સંપર્કમાં આવેલા લોકો કરાવે ટેસ્ટ

નાઇકે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી, નાઇકે કહ્યું - તેમને સંક્રમણના લક્ષણો નથી અને તે હોમ આઈલોશનમાં છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય આયુષ મંત્રી (Ayush Minister)અને રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ વાઇ નાઇકનો (Shripad Y. Naik) બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronavirus)આવ્યો છે. નાઇકે ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી છે. નાઇકે જણાવ્યું કે તેમણે કોવિડ-19 ટેસ્ટ (Covid-19 Test)કરાવ્યો હતો અને તે સંક્રમિત આવ્યા છે. જોકે તેમને સંક્રમણના લક્ષણો નથીઅને તે હોમ આઈલોશનમાં (Home Isolation)રહી રહ્યા છે. નાઇકે હાલના દિવસોમાં સંપર્કમાં આવેલા બધા લોકોને ટેસ્ટ કરાવવા અને સાવધાની રાખવા અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે નાઇક મોદી સરકારના પાંચમાં મંત્રી છે જે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

  શ્રીપદ નાઇકે બુધવારે ટ્વિટ કર્યું કે મેં આજે કોવિડ-19ની તપાસ કરાવી હતી. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે મને કોઈ લક્ષણો નથી. હું ઠીક છું. હું હોમ આઈસોલેશનમાં છું અને જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે તેમને સલાહ આપવામાં આવે છે કે તે પોતે તપાસ કરાવે અને જરૂરી સાવધાની રાખે.  આ પણ વાંચો - News18 Sentimeter: 77% ભારતીયોનો મત, ભારતે ચીન પર ઓછી કરવી જોઈએ નિર્ભરતા  શ્રીપદ નાઇક પહેલા કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ, (Arjun Ram Meghwal)કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી (Kailash Chaudhary)કોવિડ-19થી સંક્રમિત થયા છે. તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. આ બંને નેતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
  Published by:Ashish Goyal
  First published:August 12, 2020, 21:22 pm

  ટૉપ ન્યૂઝ