નવી દિલ્હી : કોરોના વાયરસની (Coronavirus) સામે લડવા માટે હાલમાં કરેલા તત્વોની યાદીમાં વિશેષજ્ઞોએ જે લગભગ 200 ટેકનિક અને અનુસંધાન ગતિવિધિઓનું મુલ્યાંકન કર્યું છે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા (Immunity) વધારે તેવી આયુર્વેદિક ઔષધિ (Ayurvedic Medicine) ફીફાટ્રોલ (Fifatrol)નો પણ ઉલ્લેખ છે.
સરકાર દ્વાર સંચાલિત નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશને (National Research Development Corporation) કોવિડ-19 સામે લડવા માટે ( તપાસ કરવા, ઉપચાર કરવા ) ભારતીય ટેકનિકનો સાર-સંગ્રહ તૈયાર કર્યો છે. તેમાં ઘાતક વાયરસ સંક્રમણ સામે લડવા માટે 200 દેશી ટેકનિકોના સ્તર તથા સરકાર દ્વારા કરવામાં આવેલા અનુસંધાન કાર્યો અને પ્રયાસોની જાણકારી છે. તે મુજબ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સલાહ આપી કે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારીને સંક્રમણના અસરને ઓછું કરીને રોગને નાબૂદ કરવામાં મદદ મળી શકે છે.
પીએમ મોદીએ પણ કર્યો ફાયદાને રેખાંકિત
આ દસ્તાવેજ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ હાલમાં આયુર્વેદના લાભોનો ઉલ્લેખ કર્યો અને લોકોને તંદુરસ્ત રહેવા માટે આયુષ મંત્રાલયના (Ayush Ministry) પ્રોટોકોલ અનુસરવા કહ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ફીફાટ્રોલ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે જે આયુર્વેદિક જડી-બૂટીયો અને પ્રાચીન ઔષધીઓનું મિશ્રણ છે. અનુસંધાનકર્તાઓ સલાહ આપી કે ફીફાટ્રોલ પ્રાકૃતિક એન્ટી-બાયોટિકના રુપમાં કામ કરે છે અને સંક્રમણ, ફ્લૂ તથા દર્દની સામે લડે છે.
આ પણ વાંચો - લૉકડાઉનમાં 17 મે પછી મળી શકે છે છૂટછાટ, પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરેલી વાતચીતમાં રાખ્યો મત- સૂત્ર
પ્રાકૃતિક દવાઓનું મિશ્રણ છે આ ઔષધી
આ સાર-સંગ્રહમાં રહેલી ઔષધીની કેટલીક વિશેષતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નાક બંધ થવું, ગળું ખરાબ થવું, શરીર તથા માથામાં દર્દ થવા જેવી સમસ્યાઓના ઝડપી નિવારણ કરવાવાળી દવાઓનું મિશ્રણ છે.
એઆઈએમઆઈએલ ફાર્મા દ્વારા તૈયાર ફીફાટ્રોલમાં ગુદુચી, સંજીવની ધનવટી, દારુહરિદ્ર, અપામાર્ગ, ચિરાયતા, કરંજ, કુટકી, તુલસી, ગોદાંતી (ભસ્મ), મૃત્યુંજય રસ, ત્રિભુવન કૃતિ રસ અને સંજીવની વટી જેવી પ્રાકૃતિક જડી-બૂટિયાં હોય છે.