અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમી મંદિર નિર્માણને લઈ સક્રિય વિહિપે પોતાના યુવા સંગઠન બજરંગ દળમાં કાર્યકર્તાઓની ભર્તી શરૂ કરી દીધી છે. માત્ર અવધ પ્રાંતમાં 25 હજાર ભર્તી કરાવનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આમાં 10 હજાર કાર્યકર્તાઓની ભર્તી થઈ ચુકી છે. બજરંગદળના આ કાર્યકર્તાઓને ત્રિશૂલ (અસ્ત્ર-શસ્ત્રનું પ્રશિક્ષણ) પણ અપાવશે. વિહિપના અવધ પ્રાંતના સંગઠન મંત્રી ભોલન્દુએ શનિવારે જણાવ્યું હતું કે, ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ 18 ડિસેમ્બર સુધી ચાલશે.
ત્રિશુલ દીક્ષાધારી કાર્યકર્તા મંદિર નિર્માણ માટે સંતોના આદેશ પર કોઈ પણ સમયે અયોધ્યા કૂચ માટે તૈયાર રહેશે. સંગઠન મંત્રીએ કહ્યું કે, મંદિર નિર્માણ પર વિહિપ કોઈ સમજોતો નહી કરે. મંદિરને લઈ સંત જેવો આદેશ આપશે, તે અનુસાર વિહિપ આગળ કામ કરશે.
તોેમણે જણાવ્યું કે, બજરંગદળ યુવાનોને રાષ્ટ્રભક્તિથી ઓત-પ્રોત કરવા માટે ત્રિશુલ દીક્ષાના કાર્યક્રમ સમય-સમયે કરતું રહે છે. આમાં શસ્ત્રોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. તર્ક આપવામાં આવ્યું કે, યુવાનોને અસ્ત્ર-શસ્ત્રનું પ્રશિક્ષણ આપવું ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.
વિહિપ પદાધિકારીએ જણાવ્યું કે, શ્રીરામ જન્મભૂમી મંદિર નિર્માણ માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા કરાવવા માટે 100 સ્થાનો પર કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ ગીતા જયંતી 18 ડિસેમ્બરે થશે. દરેક જીલ્લામાં સંકલ્પ અને ત્રિશૂલ દીક્ષાના કાર્યક્રમ ચાલી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર