અયોધ્યા : બદલાશે રામ મંદિરનું મૉડલ, આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા તૈયાર કરી રહ્યા છે નવો નક્શો

News18 Gujarati
Updated: December 30, 2019, 11:59 AM IST
અયોધ્યા : બદલાશે રામ મંદિરનું મૉડલ, આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા તૈયાર કરી રહ્યા છે નવો નક્શો
ચંદ્રકાંત સોમપુરા રામ મંદિરને વધુ ભવ્ય બનાવવા માટે તેના નક્શા પર કામ કરી રહ્યા છે.

નવા મૉડલ મુજબ અયોધ્યાનું રામ મંદિર 161 ફુટ ઊંચું બનશે, વધુ ભવ્‍ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થશે

  • Share this:
નિમિષ ગોસ્વામી, અયોધ્યા : રામ મંદિર (Ram Temple)ના હાલના મૉડલમાં ફેરફાર કરવાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) હવે સક્રિય થઈ ગયું છે. પહેલા બનેલા મૉડલમાં ફેરફાર કરી તેને વધુ ભવ્ય રૂપ આપવામાં આવશે. રામ મંદિર મૉડલના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા (Chnadrakant Sompura)એ નવા નક્શો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. જૂના મૉડલનો જ વધુ વિસ્તાર કરીને એક ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થશે. તેમાં એક મંડપ અને વધારાના માળની સાથે 33 ફુટ ઊંચા શિખરનો વિસ્તાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, 9 ડિસેમ્બર 2019ને રામ મંદિર નિર્માણ માટે આવેલા ઐતિહાસિક ચુકાદા બાદ ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. અમદાવાદમાં મંદિર મૉડલ પર વિશ્વ હિન્દુ પરિષદની મહત્વની મંથન બેઠક થઈ. જેમાં આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા મંદિર મૉડલના આકારમાં નવા સ્વરૂપ અને ભવ્યતા આપવામાં લાગી ગયા છે. કાર્યશાળા પ્રભારી વાસ્તુકાર અન્નુ સોમપુરાએ જણાવ્યું કે તૈયાર મૉડલમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના આ મૉડલને વધુ ભવ્યતા અને વિસ્તાર આપવામાં આવશે. બે માળનું બનનારું રામ મંદિર હવે ત્રણ માળનું હશે. રામ મંદિરમાં બનનારા મંગ મંડપની સાથે વધુ એક મંડપ બનાવવામાં આવશે.

હવે ઊંચાઈ 161 ફુટ

હાલમાં પ્રસ્તાવિત જમીનથી ઊંચાઈ 128 ફુટના સ્થાને 161 ફુટ હશે. રામ મંદિર ટ્રસ્ટની રચનાની સાથે જ રામ મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવશે. એવામાં મોટી સંખ્યામાં કારીગરોને કામે લગાડવામાં આવશે. જેના માટે તૈયારી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં કારીગરો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને નિર્માણની મંજૂરી મળતાં જ તમામ કારીગરોને અયોધ્યા બોલાવવામાં આવશે.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ એક રેલીમાં રામ મંદિરની ઊંચાઈ ગગનચુંબી હોવાનો ઈશારો કર્યો હતો. બીજી તરફ, અયોધ્યાના સંતો પણ 15 જાન્યુઆરી બાદ ટ્રસ્ટની ઘોષણાની આશા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો, સરકારી કર્મચારીઓને નવા વર્ષે ગિફ્ટ આપી શકે છે મોદી સરકાર, 10 હજાર રૂપિયા સુધી વધી શકે છે પગાર
First published: December 30, 2019, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading