Ayodhya Verdict : કોણ છે રામલલા, જેમને અયોધ્યાની વિવાદિત જમીન મળી

હિન્દુ પરંપરા પ્રમાણે ભગવાનને વ્યક્તિ માનવામાં આવે છે, જેના અધિકારો અને કર્તવ્યો છે. ભગવાન કોઈ સંપત્તિના માલિક પણ હોઈ શકે છે.

News18 Gujarati
Updated: November 9, 2019, 3:07 PM IST
Ayodhya Verdict : કોણ છે રામલલા, જેમને અયોધ્યાની વિવાદિત જમીન મળી
વિવાદિત જમીન રામલલા વિરાજમાનને ફાળી આવી.
News18 Gujarati
Updated: November 9, 2019, 3:07 PM IST
અયોધ્યા : અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલા વિરાજમાનને આપી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે સુન્ની વકફ બોર્ડ (મુસ્લિમ પક્ષકાર)ને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવામાં આવે. આ જમીન અયોધ્યામાં જ આપવામાં આવે. જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાના દાવાને રદ કરી નાખ્યો છે.

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે અયોધ્યા પર શનિવારે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. આ બેંચમાં મુખ્ય ન્યયાધીશ CJI રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નઝીર સામેલ હતા. સીનિયર એડવોકેટ કે. પારાસરન (93) સુપ્રીમ કોર્ટમાં રામલલા વિરાજમાનનો પક્ષ રાખતા હતા.

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જાણીએ રામલલા વિરાજમાન કોણ છે અને તેની શું કહાની છે :-

>> હિન્દુ પરંપરા પ્રમાણે ભગવાનને વ્યક્તિ માનવામાં આવે છે, જેના અધિકારો અને કર્તવ્યો છે. ભગવાન કોઈ સંપત્તિના માલિક પણ હોઈ શકે છે. સાથે જ તેઓ કોઈ પર કેસ દાખલ કરી શકે છે અથવા તેમના નામ પર કેસ દાખલ કરવામાં આવી શકે છે. હિન્દુ કાયદામાં દેવતાઓની મૂર્તિને કાયદેસર વ્યક્તિ માનવામાં આવી છે. વિવાદિત સ્થળ કે જેને રામલલાની જન્મભૂમિ માનવામાં આવી છે, ત્યાં રામલલા બાળરૂપમાં હતા.



>> આ કેસમાં પણ રામલલાને કિશોર અને ન્યાયિક વ્યક્તિ માનીને તેમના તરફથી કોર્ટમાં વિશ્વ હિન્દુ પરિષદના સીનિયર નેતા ત્રિલોકી નાથે પાંડેએ કેસે કર્યો હતો.
Loading...

>> 23 ડિસેમ્બર, 1949માં મસ્જિદમાં મૂર્તિઓ રાખવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદમાં 29મી ડિસેમ્બર, 1949ના રોજ મસ્જિદને તાળું મારી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Ayodhya case Verdict: સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ પણ બે કાનૂની વિકલ્પ હજી ખુલ્લા

>> કોર્ટે તત્કાલિન નગરપાલિકા અધ્યક્ષ પ્રિય દત્ત રામને બિલ્ડિંગના રિસીવર નિયુક્ત કર્યા હતા, તેમને મૂર્તિઓની પૂજા વગેરેની જવાબદારી સોંપી હતી.

>> જે બાદમાં 1989માં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને અલાહાબાદ હાઇકોર્ટના પૂર્વ જજ દેવકી નંદન અગ્રવાલે ભગવાન રામને સખા (મિત્ર)ના રૂપમાં પાંચમો દાવો ફૈઝાબાદ કોર્ટમાં દાખલ કર્યો હતો.



>> દેવકી નંદન અગ્રવાલે દાવો કર્યો હતો કે 23 ડિસેમ્બર, 1949ના રોજ રામ ચબૂતરાની મૂર્તિઓ મસ્જિદમાં રાખવામાં આવી હતી. જન્મ સ્થળ અને ભગવાન રામ બંને પૂજ્ય છે. રામલલા જ આ સંપત્તિના માલિક છે.

>> એવામાં રામલલા કોઈ અન્ય નહીં પરંતુ સ્વયં ભગવાન રામના કિશોર સ્વરૂપને માનવામાં આવ્યા હતા. કોર્ટે તેમને જ વિવાદિત જમીનના માલિક ગણીને માલિકીની હક્ક સોંપ્યો છે.

આ પણ વાંચો : Ayodhya verdict : નિર્મોહી અખાડાનો દાવો શું હતો? જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટે શું નિર્ણય સંભળાવ્યો?

અયોધ્યા પર નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલા વિરાજમાનને સોંપી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યુ કે મસ્જિદ ખાલી જગ્યા પર બનાવવામાં આવી ન હતી. હિન્દુઓ વિવાદિત સ્થળના અંદરના ભાગને રામલલાનું જન્મસ્થળ માને છે. કોર્ટે સરકારને મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનું કહ્યું છે.

આ પણ વાંચો : રામ જન્મભૂમિ કેસ : સંઘના વડા ભાગવતે કહ્યું, 'સાથે મળીને મંદિરનું નિર્માણ કરીશું'
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...