Ram Mandir and Babri Masjid Verdict: UP, દિલ્હી અને કર્ણાટકમાં આજે સ્કૂલ-કૉલેજો બંધ

News18 Gujarati
Updated: November 9, 2019, 9:08 AM IST
Ram Mandir and Babri Masjid Verdict: UP, દિલ્હી અને કર્ણાટકમાં આજે સ્કૂલ-કૉલેજો બંધ
અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી.

Ram Janmbhoomi-Babri Masjid Case: અયોધ્યાના ચુકાદાને પગલે આજે ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવાર સુધી સ્કૂલ-કૉલેજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ડ્રોનથી અયોધ્યા પર નજર રાખવામાં આવી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : દેશ માટે આજનો દિવસ ખૂબ મોટો અને મહત્વનો છે. વર્ષો પછી આજે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. ચુકાદાને પગલે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યનો સાબદા રહેવાની સૂચના આપી છે. જ્યારે અયોધ્યામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત રાજ્યોમાં શનિવારે સ્કૂલો અને કૉલેજો બંધ રહેશે.

અયોધ્યાના ચુકાદાને પગલે આજે ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવાર સુધી સ્કૂલ-કૉલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત ડ્રોનથી અયોધ્યા પર નજર રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં સંવેદનશીલ જિલ્લાઓ અને વિસ્તારોમાં પોલીસ પહેરો વધારી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ ઉપરાંત દિલ્હી, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાનની સરકારે શનિવારે તમામ સ્કૂલો અને કૉલંજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ફેંસલાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શનિવારે તમામ સ્કૂલો અને કૉલેજો બંધ રહેશે. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, "અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે."



મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં સ્કૂલ-કૉલેજો બંધ

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે આજે તમામ સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. જ્યારે દિલ્હીની કેજરીવાલ સરકારે આદેશ કર્યો છે કે આજે સ્કૂલો અને કૉલેજો બંધ રાખવામાં આવે. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પણ આજે રજા રહેશે.
Loading...



રેલવે પોલીસે તમામ રજા રદ કરી

રેલવે પોલીસે તમામ કર્મચારીઓની રજા રદી કરી છે. સાથે જ તેમને સુરક્ષા માટે ટ્રેનોમાં તહેનાત રહેવાની સૂચના આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશનો, યાર્ડો, પાર્કિંગ સ્થળો, પુલો અને ટનલોની સાથે સાથે ઉત્પાદન સ્થળો પર તેમજ કાર્યશાળાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના સ્ટેશનો સહિત 78 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સૌથી વધારે યાત્રિકો આવે છે. અહીં આરપીએફની સંખ્યા વધારી દેવામાં આવી છે.

પીએમ મોદીએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી

બીજી તરફ પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ફેંસલાની પૂર્વ સંધ્યાએ ટ્વિટ કરીને કહ્યુ કે, "અયોધ્યા પર શનિવારે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય આવશે. આ વાતને આખો દેશ ઉત્સુકતાથી જોઈ રહ્યો છે. આ દરમિયાન સમાજના તમામ વર્ગો તરફથી સદભાવનાનું વાતાવરણ બનાવી રાખવા માટે કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસનીય છે."
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...