Ayodhya Case: ચુકાદા પહેલા અનેક શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ, અનેક શહેરોમાં હાઇઅલર્ટ

News18 Gujarati
Updated: November 9, 2019, 10:21 AM IST
Ayodhya Case: ચુકાદા પહેલા અનેક શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ, અનેક શહેરોમાં હાઇઅલર્ટ
ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખતા અલીગઢ જિલ્લામાં ડીએમના આદેશ પર ગઇકાલ રાતથી મોબાઇલ ઇન્ટરનેટની સેવાઓ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  • Share this:
Supreme Court on Ayodhya Case: સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યા કેસ અંગે પોતાનો ચુકાદો આપવા જઇ રહી છે અને આ નિર્ણય પૂર્વે સમગ્ર દેશમાં સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા બનાવવામાં આવી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રતિબંધના આદેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં આ ઔતિહાસિક નિર્ણય પહેલા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મુંબઇ સહિત દેશભરના ઘણા શહેરો હાઇ એલર્ટ પર છે. વહીવટીતંત્રએ સુરક્ષા જાળવવા મોડીરાત્રે મોનિટરિંગ શરૂ કર્યું હતું. ખાસ કરીને અયોધ્યામાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ણય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શાંતિ માટે અપીલ કરી છે. ધાર્મિક નેતાઓએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

અયોધ્યા વિવાદ પર ચુકાદાને ધ્યાનમાં રાખતા અલીગઢ જિલ્લામાં ડીએમના આદેશ પર ગઇકાલ રાતથી મોબાઇલ ઇન્ટરનેટની સેવાઓ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


Loading...


અલીગઢમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ

પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં 24 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ શનિવારની મધ્યરાત્રી સુધી બંધ રહેશે. ડીએમે માહિતી આપી, 'જિલ્લામાં દરેક જગ્યાએ પોલીસ દળ ગોઠવવામાં આવી છે.

મુંબઇ સહિત દેશના અનેક શહેર પર નજર રાખવા માટે પહેલેથી જ 5000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, આ ઉપરાંત ડ્રોનની મદદથી પોલીસ પણ ગોઠવવામાં આવી છે.

યુપીમાં શાળા-કોલેજો બંધ, કલમ 144 લાગુ

અયોધ્યાના નિર્ણયને ધ્યાનમાં રાખીને યુપી સરકારે 11 નવેમ્બર સુધી રાજ્યભરની શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે તેની વેબસાઇટ પર નોંધ્યું છે કે મુખ્ય ન્યાયાધીશ રંજ ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બેન્ચ શનિવારે સવારે 10.30 વાગ્યે 'રામ મંદિર-બાબરી મસ્જિદ' જમીન વિવાદ અંગે ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટમાં શનિવારની રજા છે, પરંતુ આ ઐતિહાસિક ચુકાદો બેન્ચ દ્વારા શનિવારે જ આપવામાં આવશે.

આ વિવાદિત વિસ્તારમાં 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ દેશમાં અનેક જગ્યાએ કોમી રમખાણો થયા હતા. આવી સ્થિતિમાં આ વખતે વહીવટી તંત્ર આ મુદ્દે નિર્ણય લેતા પહેલા જ સવાચેત બની ગયું છે.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...