અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં વાલ્મીકિ રામાયણ અને સ્કંદ પુરાણના આ શ્લોક 'સાક્ષી' બન્યા!

News18 Gujarati
Updated: November 10, 2019, 9:39 AM IST
અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં વાલ્મીકિ રામાયણ અને સ્કંદ પુરાણના આ શ્લોક 'સાક્ષી' બન્યા!
તસવીર ન્યૂઝ 18 ક્રિએટિવ

સુપ્રીમ કોર્ટે (Supreme Court)એ શનિવારે કહ્યું હતું કે, રામ જન્મભૂમિમાં હિંદુઓની આસ્થા વાલ્મીકિ રામાણય અને સ્કંદ પુરાણ આધારીત છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ (Ram Janambhoomi and Babri Mosque Dispute) કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિનો આ ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે રામ જન્મભૂમિમાં (Ram Janmbhoomi)માં હિંદુઓની આસ્થા વાલ્મીકિ રામાણય (Valmiki Ramayan) અને સ્કંદ પુરાણ (skand Puran) આધારીત છે.

અયોધ્યા સમગ્ર વિશ્વના ભગવાનના આગમથી ધન્ય થયું


કોર્ટે કહ્યું કે 'વાલ્મીકિ રામાયણના શ્લોક, ગ્રહોની સ્થિતિ મુજબ ભગવાન રામના જન્મની વાત કરે છે. સર્વોચ્ચ અદાલતના મુજબ, વાલ્મીકિ રામાયણનો 10મો શ્લોક કહે છે કે 'કૌશલ્યાએ એક પુત્રને જન્મ આપ્યો જે દુનિયાનો ભગવાન છે અને તેમના અયોધ્યા આગમનથી અયોધ્યા ધન્ય થયું છે. એક અન્ય શ્લોક મુજબ, 'તેમનામાં દૈવી લક્ષણ છે. તેઓ સામાન્ય વ્યક્તિ નથી. અયોધ્યા, સમગ્ર વિશવ્ના ભગવાનના જન્મથી ધન્ય થયું છે.'

આ પણ વાંચો :  રામ મંદિરનું નિર્માણ અત્યારે શરૂ થાય તો 2023 સુધી કામ પૂર્ણ થશે : સોમપુરા

ધાર્મિક ગ્રંથોના શ્લોકને સાક્ષી તરીકે રજૂ કરાયાં
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાચ જજોની ખંડપીઠે કહ્યું કે 'ધાર્મિક ગ્રંથોના શ્લોકોને સાક્ષી તરીકે રજૂ કરાયા અને હિંદુઓએ તેને અદાલત સમક્ષ રજૂ કર્યા. હિંદુઓએ પોતાની દલીલ આ આધારે જ રજૂ કરી હતી કે અયોધ્યા રામની જન્મભૂમિ છે. આ શ્લોક અને પુસ્તકો વર્ષ 1528 પહેલાં પણ હયાત હતા જ્યારે મસ્જિદના નિર્માણનું અનુમાન છે.

વાલ્મીકિ રામાયણ ઇસુ પૂર્વની કૃતિ છે

ખંડપીઠના અન્ય સદસ્યોમાં ન્યાયાઝીશ એસ.એ. બોબડે, ન્યાયાધીશ વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ અશોક ભૂષણ, અને ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. વાલ્મીકિ રામાયણ ભગવાન રામ અને તેમના કાર્યોની માહિતી આપતો મુખ્ય સ્રોત છે. ' ખંડપીછે કહ્યું કે વાલ્મીકિ રામાયણ ઇસૂ પૂર્વેની કૃતિ છે અને ભગવાન રામ અને તેમના કાર્યોનો મુખ્ય સ્રોત છે.

આ પણ વાંચો :  Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય

રામ જન્મની કથા આઠમી સદીના પુસ્તક સ્કંદ પુરાણથી આવી

સુનાવણી દરમિયાન એક સાક્ષીએ કહ્યું કે પાચમો શ્લોક 'રામ જન્મભૂમિ'થી શબ્દથી શરૂ થાય છે. આ ઉપરાંત 7માં અને ચોથા શ્લોકમાં અવધપુરીનો ઉલ્લેખ છે. જોકે, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ફક્ત એક શબ્દ 'પૂરી'માં આખા શહેરનો ઉલ્લેખ થયો હોય તેવું કહેવું યોગ્ય નથી. અદાલતે સાક્ષીઓની એ વાતને પણ સાંભળી હતી કે રામ જન્મભૂમિની કથા સ્કંદ પુરાણમાંથી આવી છે અને આ પુસ્તક આઠમી સદીનું છે.

 
First published: November 10, 2019, 9:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading