Ayodhya Verdict: બાબરી મસ્જિદ પર શિયા વકફ બોર્ડના આ દાવાને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

બાબરી મસ્જિદ પર કરેલા દાવાને સુપ્રીમકોર્ટે રદ કર્યો છે.

શિયા વકફ બોર્ડ (shia waqf board) તરફથી અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ જણાવ્યું હતું કે પુરાવાના આધારે બાબરી મસ્જિદ (babri masjid) શિયા વક્ફ બોર્ડ હેઠળ છે.

  • Share this:
    Babri Masjid verdict: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે (shia Central waqf board) પણ બાબરી મસ્જિદ (babri masjid)  કેસમાં પોતાનો દાવો કર્યો હતો. આ દાવાની સાથે શિયા વક્ફ બોર્ડ અયોધ્યા વિવાદમાં નવો પક્ષ બનાવીને સામે આવ્યું હતુ. આ સંદર્ભે બોર્ડે સુપ્રીમ કોર્ટ (Supreme Court માં અરજી પણ કરી હતી. પરંતુ આજે (09 નવેમ્બર) અયોધ્યા વિવાદ અંગેના મોટા નિર્ણય પહેલાં સુપ્રીમ કોર્ટે શિયા વકફ બોર્ડના દાવાને નકારી કાઢ્યો છે.

    આ હતો શિયા વક્ફ બોર્ડનો દાવો

    શિયા વકફ બોર્ડ તરફથી દાવો કરતાં બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ કહ્યું હતું કે પુરાવાના આધારે બાબરી મસ્જિદ શિયા વક્ફની હેઠળ છે. એ વાત જુદી છે કે છેલ્લા 71 વર્ષોમાં શિયા વક્ફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો નથી.

    શિયા વક્ફ બોર્ડે આક્ષેપો કર્યા

    શિયા વકફ બોર્ડ તરફથી બોર્ડના અધ્યક્ષ સૈયદ વસીમ રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે મસ્જિદ મીર બાકી શિયા વક્ફ હેઠળ આવે છે. બોર્ડે આરોપ લગાવ્યો કે 1946 માં મસ્જિદ મામલામાં શિયા વક્ફ બોર્ડની ભૂમિકા શંકાસ્પદ રહી છે. બોર્ડના અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે આ કેસમાં કંઇક બન્યું છે. આ જ કારણ છે કે આજે અલગ-અલગ કોર્ટમાં ચાલી રહેલા આનાથી સંબંધિત કેસમાં શિયા વકફ બોર્ડ તરફથી પોતાનો પક્ષ મૂક્યો નથી.

    મીર બાકીએ શિયા હોવાનો કર્યો હતો દાવો

    વસીમ રિઝવીએ તે સમયે દાવો કર્યો હતો કે મીર બાકી શિયા હતા. જે સ્પષ્ટ કરે છે કે બાબરી મસ્જિદ શિયા વક્ફ બોર્ડની હતી. એટલું જ નહીં, મસ્જિદને લગતા દસ્તાવેજો પણ આ પૂરાવા આપે છે. રિઝવીએ આરોપ લગાવ્યો હતો કે તત્કાલિન જવાબદારીઓએ સની વકફ બોર્ડ દ્વારા કેસ હાર્યા બાદ બાબિયા મસ્જિદને શિયાથી સુન્ની વકફ બોર્ડમાં નોંધાવ્યો હતો.
    Published by:Bhoomi Koyani
    First published: