અયોધ્યા ચુકાદાને કોઈની હાર કે જીતની નજરે ન જોવો જોઈએ : PM નરેન્દ્ર મોદી

News18 Gujarati
Updated: November 9, 2019, 7:02 AM IST
અયોધ્યા ચુકાદાને કોઈની હાર કે જીતની નજરે ન જોવો જોઈએ : PM નરેન્દ્ર મોદી
ચુકાદાના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શાંતિ જાળવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

ચુકાદાના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શાંતિ જાળવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુપ્રીમ કોર્ટ (Supreme court) શનિવારે દેશનો મહત્વનો ચુકાદો આપશે. અયોધ્યા (Ayodhya)ના રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ચુકાદો આપશે. સવારે 10.30 કલાકે ચુકાદો આવી શકે છે. ચુકાદાના પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શાંતિ જાળવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'અયોધ્યા ઉપર સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવશે તે કોઈની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહે કે નિર્ણય ભારતની શાંતિ, એક્તા અને સદભાવનાની મહાન પરંપરાને બળ આપે.'

આ પણ વાંચોઃ-અયોધ્યા ચુકાદોઃ ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર BJPના તમામ કાર્યક્રમો મુલતવી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'દેશની ન્યાયપાલિકાને માન સન્માનનો સર્વોપરી રાખતા સમાજના દરેક પક્ષોએ સામાજિક- સાંસકૃતિક સંગઠનો, દરેક પક્ષકારોએ ગત દિવસોમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ બનાવવા માટે પ્રયત્નો કર્યા જે આવકાર દાયક છે. કોર્ટના નિર્ણય બાદ આપણે બધાયે મળીને સૌહાર્દ બનાવી રાખવાનું છે.'

આ પણ વાંચોઃ-શનિવારે અયોધ્યા ચુકાદો: ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ

આ પણ વાંચોઃ-તમારું 15 મિનિટનું વૉક વૈશ્વિક આર્થીક મંદી દૂર કરી શકે છે: અભ્યાસ

વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડર ઉપર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'અયોધ્યા ઉપર કાલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓછી સુપ્રીમ કોર્ટમાં સતત આ વિષય ઉપર સુનાવણી થઇ રહી છે. જને આખો દેશ ઉત્સુક્તાથી જોઈ રહ્યો છે. આ દરમિયાન સમાજના દરેક વર્ગો તરફથી સદભાનાનું વાતાવણ બનાવી રાખવા માટે કરવામાં આવેલા પ્રયાશ વખાણવા લાયક છે.'

આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળા કોલેજોને બંધ કરવામાં આવી છે. આ ચુકાદાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.
First published: November 8, 2019, 11:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading