રામ મંદિરનું નિર્માણ અત્યારે શરૂ થાય તો 2023 સુધી કામ પૂર્ણ થશે : સોમપુરા

News18 Gujarati
Updated: November 10, 2019, 8:03 AM IST
રામ મંદિરનું નિર્માણ અત્યારે શરૂ થાય તો 2023 સુધી કામ પૂર્ણ થશે : સોમપુરા
30 વર્ષ પહેલાં તૈયાર થયેલી રામ મંદિરની ડિઝાઇન

રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરાના મૉડલને કારસેવકપુરમમાં રાખવામાં આવ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ (Ram Janambhoomi and Babri Mosque Dispute) કેસમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. આ નિર્ણયી એક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહીત જણાતા હતા. આ એ વ્યક્તિ છે જેમણે આજથી 30 વર્ષ પહેલાં જ રામ મંદિરનું ભવ્ય સ્વરૂપ તૈયાર કરી દીધું હતું. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની વડી કચેરી કારસેવકપુરમમાં તેમના તૈયાર કરાયેલા રામ મંદિરના મૉડલને જ મૂકવામાં આવ્યું છે.આ વ્યક્તિ આપણા ગુજરાતના શિલ્પકાર ચંદ્રકાંત સોમપુરા છે. તેમના મતે જો મંદિરનું નિર્માણ આજે શરૂ થાય તો વર્ષ 2023 સુધીમાં કામ સમાપ્ત થઈ જશે.

વિતેલા દિવસોમાં ન્યૂઝ 18ના સંવાદદાતા મનીષ કુમારે રામ મંદિરનું પ્રસ્તાવિત મૉડલ તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરા સાથે ચર્ચા કરી હતી. તેમણે મંદિરના નિર્માણની ટાઇમ લાઇન અને ખર્ચ વિશે વિગતવાર માહિતી આપી હતી.

પથ્થરોની કોતરણી 50 ટકા પૂર્ણ


સોમપુરાએ ઝણાવ્યું કે લગભગ 50 ટકા જેટલી પથ્થરોની કોતરણી અને નકશી કામ સમાપ્ત થઈ ગયું છે. જો મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે તો જેટલા પથ્થરો તૈયાર છે તેનાથી કામ શરૂ થઈ જશે.

આ પણ વાંચો :  Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણયખર્ચ

સોમપુરાનાના મતે જ્યારે મંદિરના મૉડલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી ત્યારે પથ્થરોની કિંમત ખૂબ જ ઓછી હતી. ત્યારે 50 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ પથ્થરો મળતા હતા, પરંતુ જો હવે કામ શરૂ કરવામાં આવે તો આજના સમય પ્રમાણે ખર્ચ થશે.

અંદાજિત ખર્ચ

ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું હતું કે હાલમાં પથ્થરોની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ પણ હોય તો હજુ એક લાખ ઘનફૂટ કામ બાકી છે. આમ મંદિર નિર્માણનો ખર્ચ અંદાજે 40-50 કરોડ રૂપિયા જેટલો થઈ શકે.

રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરા


નિર્માણમાં કેટલો સમય થાય

ચંદ્રકાંત સોમપુરાએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે મંદિરની સૂચિત જમીની પાછળ સરિયૂ નદી છે. જેના કારણે સમગ્ર ખીણને 40-50 ફૂટ ભરવી પડે એટલે 6-8 મહિના તો ફક્ત ફાઉન્ડેશનમાં જ લાગે તેવી શક્યતા છે. આ કામ સરળ નથી.

આ પણ વાંચો : અયોધ્યાનો નિર્ણય નવી સવાર લઈને આવ્યો, બધાની જવાબદારી વધી: પીએમ મોદી

કેટલા સમયમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થાય

મંદિરના પ્રથમ માળનું કામ સમાપ્ત થઈ ગયું છે ફક્ત પથ્થરોનું ફિટીંગ બાકી છે. પાયો નાખ્યા બાદ છ મહિનામાં પ્રથમ માળે પથ્થરો તૈયાર થઈ જશે. આમ કામ શરૂ કર્યાના અઢીથી ત્રણ વર્ષમાં મંદિરનું કામ સમાપ્ત થઈ જશે. એટલે કે વર્ષ 2023માં કામ સમાપ્ત થાય.
First published: November 10, 2019, 7:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading