Home /News /national-international /

બે યુવતીઓએ મંદિરમાં કર્યા લગ્ન, પતિ-પત્નીની જેમ સાથે રહેવા મક્કમ

બે યુવતીઓએ મંદિરમાં કર્યા લગ્ન, પતિ-પત્નીની જેમ સાથે રહેવા મક્કમ

પોલીસનું કહેવું છે કે બંને યુવતીઓ પુખ્ત ઉંમરની છે, કોર્ટમાં કલમ 164 હેઠળ બંને યુવતીઓના નિવેદન નોંધવામાં આવશે

પોલીસનું કહેવું છે કે બંને યુવતીઓ પુખ્ત ઉંમરની છે, કોર્ટમાં કલમ 164 હેઠળ બંને યુવતીઓના નિવેદન નોંધવામાં આવશે

    કેબી શુક્લા, અયોધ્યાઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya) જિલ્લામાં શુક્રવારે બે યુવતીઓએ મંદિરમાં લગ્ન કરી દીધા. આ વાત સમગ્ર વિસ્તારમાં જંગલમાં લાગેલી આગને જેમ ફેલાઈ ગઈ અને આ સમલૈંગિક લગ્નની ચર્ચા થવા લાગી. હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે.

    એક યુવતી અયોધ્યાની રહેવાસી છે, તો બીજી કાનપુરની છે. સગા-વહાલાઓના માધ્યમથી બંને યુવતોઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ એ હદે વધી ગયો કે બંનેએ પરિવારની સામે પડી અયોધ્યાના જ એક મંદિરમાં લગ્ન કરી દીધા. અયોધ્યાની યુવતી કાનપુરની પોતાની કથિત પત્નીને લઈને પોતાના ઘરે પહોંચી ગઈ. ત્યારબાદ પરિવારમાં હોબાળો થઈ ગયો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અયોધ્યાની યુવતી વર્ષા પુરુષની જેમ રહે છે.

    આ પણ વાંચો, દારૂના નશામાં CRPF જવાને કર્યું અંધાધૂંધ ફાયરિંગ, બાળકને વાગી ગોળી

    આ સમગ્ર મામલામાં અયોધ્યાની યુવતી વર્ષા સંબંધીના ઘરે કાનપુર જતી-આવતી રહેતી હતી, જ્યાં તેનો સંપર્ક એકતા નામની યુવતી સાથે થયો. બંને વોટ્સએપ, ફેસબુક પર એકબીજા સાથે વાત કરવા લાગ્યા અને એકબીજાને પ્રેમ કરી બેઠા. અંતે એક દિવસ એવો આવ્યો જ્યારે અયોધ્યાની યુવતી વર્ષા કાનપુર પહોંચી ગઈ એન બંનેએ મંદિરમાં લગ્ન કરી દીધા. પોલીસ હવે બંને પુખ્ત ઉંમરનીછ યુવતીઓને કોર્ટમાં કલમ 164નું નિવેદન નોંધાવશે.

    આ પણ વાંચો, ...જ્યારે આ બિલાડીને મળી હૉસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી

    આ સમલૈંગિક લગ્નને લઈ સમગ્ર શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. વિવાદ બાદ પરિવારમાં વિવાદ ઊભો થઈ ગયો છે અને હવે કેસ પોલીસની પાસે છે. જોકે, પોલીસનું કહેવું છે કે બંને યુવતીઓ પુખ્ત ઉંમરની છે અને કોર્ટમાં કલમ 164 હેઠળ બંને યુવતીઓના નિવેદન નોંધવામાં આવશે. તેમના નિવેદનના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. બીજી તરફ, બંને યુવતીઓએ સાથે રહેવા માટે મન મક્કમ બનાવી દીધું છે. બંનેનું કહેવું છે કે તેમણે લગ્ન કરી દીધા છે અને સાથે જ જિંદગી જીવશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Love marriage, અયોધ્યા, ઉત્તરપ્રદેશ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन