રામ જન્મભૂમિ પરિસરમાંથી આ પ્રાચીન પથ્થર અને કસોટી થાંભલાને ટ્રસ્ટ નહીં હટાવે

રામ જન્મભૂમિ પરિસરમાંથી આ પ્રાચીન પથ્થર અને કસોટી થાંભલાને ટ્રસ્ટ નહીં હટાવે
રામ જન્મભૂમિ પથ્થર

આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામલલાએ પરિષદની પાસે આવેલ કસોટી થાંભલો પણ સૌથી મહત્વપૂર્ણ છે.

  • Share this:
    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya)માં રામ જન્મભૂમિ (Ram Janmbhumi) પર રામ મંદિર (Ram Mandir) નિર્માણ માટે ભૂમિની સાફ સફાઇનું કામ શરૂ થઇ ગયું છે. આ દરમિયાન ટ્રસ્ટ પરિસરમાં એડવર્ડ તીર્થ વિવેચની સભા દ્વારા લગાવવામાં આવેલા પત્થરને દૂર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. આ શિલાપટ 1902માં અયોધ્યા તીર્થ વિવેચનની સભાના માધ્યમથી લગાવવામાં આવ્યો હતો. અને તેની પાસે જ કસોટી થાંભલો પણ લગાવવામાં આવ્યો હતો. જે રામ જન્મભૂમિને જન્મ સ્થાન હોવાને પ્રમાણિત કરે છે. આ કારણે શિલાપથ્થરને નહીં દૂર કરવામાં આવશે. આ સ્થળેથી ભગવાન શ્રી રામલલા વિરાજમાન સ્થાનને ચિન્હિત કરવામાં આવ્યું છે.

    રામ જન્મભૂમિમાં બિરાજમાન ભગવાન શ્રી રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેંદ્ર દાસ મુજબ પરિસરમાં લગેલો શિલાપટ શ્રી રામલલા વિરાજમાન સ્થળને ચિન્હિત કરે છે. જે અયોધ્યા તીર્થ વિવેચની સભા દ્રારા રામ જન્મ સ્થળને ચિન્હિત કરવામાં આવ્યું હતું. 9 નવેમ્બરે લેવામાં આવેલા નિર્ણયમા પણ કહેવામાં આવ્યું હતું કે આ શિલાપટ રામલલાના જન્મ સ્થાનને પ્રમાણ આપે છે. આ જ કારણે આ શિલાપટને નહીં હટાવવામાં આવશેય આ ગર્ભગૃહ સ્થળ પર બિરાજમાન રામલલાના સ્થાનને દર્શાવે છે.



    વધુ વાંચો : કોરોના વાયરસ: દેશમાં છેલ્લા 16 દિવસમાં 10 લાખ કેસ વધ્યા, રવિવારે આંકડો 30 લાખને પાર થશે

    આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામલલાએ પરિષદની પાસે આવેલ કસોટી થાંભલો પણ સૌથી મહત્વપૂર્ણ છે. તેમાં લાગેલા પ્રાચીન પત્થરથી તે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે આ રામલલાનું જન્મ સ્થળ છે. રામ જન્મભૂમિ પરિસરમાં સમતલીકરણ દરમિયાન અનેક વસ્તુઓ હટાવવામાં આવી છે પણ પ્રાચીન પત્થર અને કસોટી થાંભલાને તેમ જ રાખામાં આવ્યું છે. કારણ કે આ પત્થરના માધ્યમથી જ નિર્ણય આવ્યો હતો.

    રામલલાના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેંદ્ર દાસના કહેવા મુજબ રામ જન્મભૂમિના સમતલીકરણ વખતે પુરાતત્વના અવશેષ અને કસોટીના થાંભલાને સુરક્ષિત રાખવામાં આવશે જેથી શ્રદ્ઘાળુઓ તેના દર્શન કરી શકે. આવી યોજના શ્રી રામ જન્મભૂમિ તિર્થી ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે.
    Published by:Chaitali Shukla
    First published:August 22, 2020, 10:04 am

    ટૉપ ન્યૂઝ