અયોધ્યા કેસ: મધ્યસ્થતાને લઈને ચુકાદો સુરક્ષિત, સુપ્રીમે પક્ષકારો પાસે માંગ્યા નામ

News18 Gujarati
Updated: March 6, 2019, 3:37 PM IST
અયોધ્યા કેસ: મધ્યસ્થતાને લઈને ચુકાદો સુરક્ષિત, સુપ્રીમે પક્ષકારો પાસે માંગ્યા નામ
ન્યૂઝ18 દ્વારા બનાવવામાં આવેલી ક્રિએટિવ ઇમેજ

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મધ્યસ્થતા માટે હોવી જોઈએ પેનલ

  • Share this:
અયોધ્યા મામલે મધ્યસ્થતા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટેની પાંચ સભ્યોની બેન્ચે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મધ્યસ્થતા માટે નામ ભલામણ કરવા કહ્યું છે. મોટી વાત એ છે કે સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલામાં મધ્યસ્થતા માટે એક પેનલની રચના થવી જોઈએ. હિન્દુ મહાસભા મધ્યસ્થતાની વિરુદ્ધ છે. બીજી તરફ, નિર્મોહી અખાડા અને મુસ્લિમ પક્ષ મધ્યસ્થતા માટે તૈયાર છે. મુસ્લિમ પક્ષે કોર્ટમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ જ નક્કી કરે કે વાતચીત કેવી રીતે થાય. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, મધ્યસ્થીની પેનલ બનાવવા માટે દરેક પક્ષકારો પાસેથી નામો માંગ્યા છે. અમે વહેલી તકે આદેશ આપવા માંગીએ છીએ.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ ભાવનાઓ અને વિશ્વાસ સાથે જોડાયેલો મામલો છે. ચુકાદાની અસર જનતાની ભાવના અને રાજકારણ પર પડી શકે છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બોબડેએ કહ્યું કે આ મામલામાં માત્ર એક મધ્યસ્થ ન હોઈ શકે, તેના માટે એક પેનલ હોવી જોઈએ. જોકે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે સવાલ કર્યો કે મધ્યસ્થતા કેવી રીતે શક્ય છે. તેઓએ કહ્યું કે, શાંતિપૂર્ણ ચર્ચાના માધ્યમથી સંકલ્પ પૂરો થાય તે એક આદર્શ સ્થિતિ છે, પરંતુ મૂળ સવાલ એ છે કે તે કરવું કેવી રીતે શક્ય છે?

મધ્યસ્થતા થઈ તો શું થશે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમનું માનવું છે કે જો મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ થાય છે તો તેના ઘટનાક્રમો પર મીડિયા રિપોર્ટિંગ સમગ્રપણે બેન થવી જોઈએ. કોર્ટે કહ્યું કે આ કોઈ ગૈગ ઓર્ડર (ન બોલવાનો આદેશ) નથી પરંતુ ભલામણ છે કે રિપોર્ટિંગ ન થવું જોઈએ.

 અયોધ્યા કેસ સુનાવણી Updates:

- જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ: આ માત્ર પાર્ટીઓ વચ્ચેનો વિવાદ નથી, પરંતુ બે સમુદાયોને લઈને વિવાદ છે. અમે મધ્યસ્થતાના માધ્યમથી લાખો લોકોને કેવી રીતે બાંધીશું? આ એટલું સરળત નહીં હોય.
- મુસ્લિમ પક્ષ તરફથી ધવને કહ્યું કે બંધારણીય બેન્ચ તમામ પક્ષોને કહે કે મધ્યસ્થતાની સમગ્ર પ્રક્રિયા ખાનગી રાખવામાં આવે. ત્યાં સુધી કે મધ્યસ્થને પણ કહેવામાં આવે કે ગોપનીય રાખે, જ્યાં સુધી કોર્ટમાં રિપોર્ટ રજૂ ન થાય.
- જસ્ટિસ બોબડે: પક્ષકારો દ્વારા ગોપનીયતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. મીડિયામાં તેની ટિપ્પણીઓ ન થવી જોઈએ. પ્રક્રિયાનું રિપોર્ટિંગ ન થાય. જો તેનું રિપોર્ટિંગ થાય તો તેને અનાદર ઘોષિત કરવામાં આવે.
- મુસ્લિમ પક્ષ વકીલ: એ કોર્ટની ઉપર છે મધ્યસ્થ કોણ છે? મધ્યસ્થતા ઈન કેમેરા થાય. તેની પર જસ્ટિસ બોબડેએ કહ્યું- તે ખાનગી હોવું જોઈએ.
- જસ્ટિસ બોબડે: આ માત્ર જમીનનો મામલો નથી, પરંતુ ભાવનાઓ સાથે જોડાયેલો પણ છે. હૃદય, મગજ અને ભાવનાઓનો મામલો છે. તેથી કોર્ટ ઈચ્છે છે કે પરસ્પર વાતચીતથી તેનો ઉકેલ આવે.
- કોઈ તે સ્થળે બનેલા અને બગડેલા નિર્માણ કે મંદિર મસ્જિદ અને ઈતિહાસને UNDO ન કરી શકાય. બાબર હતો કે નહીં, તે કિંગ હતો કે નહીં તે ઈતિહાસની વાત છે. માત્ર પરસ્પર વાતચીતની પ્રોસેસથી જ UNDO થઈ શકે છે. - જસ્ટિસ બોબડે
- જસ્ટિસ બોબડે- જે પહેલા થયું, અમારું કોઈ નિયંત્રણ નહીં. અમે આ વિવાદમાં હવે શું છે તેની પર વાત કરી રહ્યા છીએ.
- અમે દેશની બોડી પોલિટિક્સની અસર જાણીએ છીએ. તે હૃદય, મગજ અને હીલિંગનો મુદ્દો છે- જસ્ટિસ બોબડે
- હિન્દુ સમસભાએ બેન્ચને કહ્યું કે, જનતા મધ્યસ્થતા માટે તૈયાર નહીં થાય. તો તેની પર બંધારણીય બેન્ચે કહ્યું કે તમે કહી રહ્યા છો કે આ મુદ્દાની સમજૂતી ન થઈ શકે.
- બંધારણીય બેન્ચે હિન્દુ મહાસભાને કહ્યું કે તમે અનુમાન લગાવી રહ્યો છો કે સમૂજતી નહીં થાય. આ માત્ર જમીનનો વિવાદ નથી, આ ભાવનાઓ સાથે જોડાયેલો છે.
- જસ્ટિસ બોબડેએ હિન્દુ મહાસભાને કહ્યું કે, તમે કહો છો કે સમજૂતી ફેલ થઈ જશે. તમે પ્રી જજ કેવી રીતે કરો શકો?
- હિન્દુ મહાસભાએ કહ્યું કે સમજૂતી માટે પબ્લિક નોટિસ જાહેર થવી જરૂરી છે. સમજૂતી માટે મધ્યસ્થ નિયુક્ત કરતાં પહેલા પબ્લિક નોટિસ જરૂરી.
- અયોધ્યા મામલાની સુનાવણી શરૂ. પાંચ જજોની બંધારણીય બેન્ચમાં સુનાવણી. હિન્દુ મહાસભાના વકીલ હરી શંકર જૈને ચર્ચાની શરૂઆત કરી.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીનોની બંધારણીય પીઠે ભલામણ કરી હતી કે બંને પક્ષકાર વાતચીતનો રસ્તો કાઢવા પર વિચાર કરે. જો વાતચીતની થોડો અવકાશ પણ છે, તો તેનો પ્રયાસ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંને પક્ષ આ મામલે કોર્ટને પોતાના મતથી અવગત કરાવે.

સરકારે રિટ પિટીશન દાખલ કરી વિવાદાસ્પદ જમીનને છોડીને બાકી જમીન યથાસ્થિતિ હટાવવાની માંગ કરી છે. તેઓએ તેને રામજન્મ ભૂમિ ન્યાસને પરત કરવા કહ્યું છે. સરકારે કોર્ટેને કહ્યું છે કે વિવાદ માત્ર 0.313 એકર જમીન પર જ છે. બાકી જમીન પર કોઈ વિવાદ નથી, જેથી આ યથાસ્થિતિ કાયમ રાખવાની જરૂર નથી.

આ પણ વાંચો, એર સ્ટ્રાઇક પર રક્ષામંત્રીએ મૌન તોડ્યું, કહ્યું, 'આંકડા ન આપી શકીએ'
First published: March 6, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading