નિતિન ગોસ્વામી, અયોધ્યાઃ અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે. સાથોસાથ સુરક્ષાકર્મીઓની સંખ્યા પણ ધીમે-ધીમે વધારવામાં આવી રહી છે, કારણ કે 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવાના છે. આ દરમિયાન અયોધ્યામાં હિન્દુ-મુસ્લિમ એકતાની વાતો પણ સામે આવી રહી છે. ભગવાન રામના ભૂમિ પૂજનના દિવસે એક મુસ્લિમ પરિવાર પોતાના ઘરે દીવા પ્રગટાવશે. તેના માટે આ મુસ્લિમ પરિવારે તમામ તૈયારી કરી દીધી છે.
501 દીવડા પ્રગટાવીને વ્યક્ત કરશે ખુશી
રામ મંદિર સમર્થક અનીશ ખાન (Anish Khan) ઉર્ફ બબલૂ અત્યારથી ભગવાન રામના ભવ્ય મંદિરના ભૂમિ પૂજનની તૈયારીમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને આહવાન કર્યું હતું કે લોકો પોતાના જ ઘરે રહીને ઘીના દીવડા પ્રગટાવે. તેને માનતા મુસ્લિમ બબલૂ ખાને સમગ્ર પરિવારની સાથે દીવડા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે 5 ઓગસ્ટે જે સમયે વડાપ્રધાન રામલલાના મંદિરનું ભૂમિ પૂજન કરશે તે સમયે તેઓ 501 દીવડા પ્રગટાવશે. આ રામ ભક્તે સમગ્ર દેશના મુસ્લિમ સમાજને અપીલ કરી છે કે તમામ લોકો પોતપોતાના ઘરે દીવડા પ્રગટાવે અને દીવાળી ઉજવે.
રામ મંદિર સમર્થક અનીશ ખાને કહ્યું કે અનેક વર્ષોથી અમે રામ મંદિર નિર્માણ માટે કેમ્પેન ચલાવી રહ્યા હતા અને અમારી સાથે મુસ્લિમ સમાજના લોકો સાથ અને સહયોગ આપી રહ્યા છે. અમારી ઈચ્છા હતી કે અમે મોદીજીની સાથે અમારા સમાજના લોકો ભૂમિ પૂજનમાં સાથ આપીએ. પરંતુ કોરોના કાળને જોતાં મુસ્લિમ સમાજના લોકો પોતાના ઘરે જ દીવડા પ્રગટાવીને ખુશી વ્યક્ત કરશે.
તેઓએ વધુમાં કહ્યું કે, રામલલા માત્ર હિન્દુ સમાજના નથી. તેઓ જેટલા હિન્દુઓના છે તેનાથી વધુ મુસલમાનોના છે. અમાર પેગંબરમાં એક પેગંબર ભગવાન રામ પણ છે. રામલલા પોતાના મંદિરમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે. તેથી અમે દીવડા પ્રગટાવીને ઉજવણી કરીશું. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે રામ મંદિર નિર્મણના ભૂમિ પૂજનની સાથે જ અયોધ્યામાં વિકાસની ગંગા વહેશે. પર્યટનની દૃષ્ટિથી વિશ્વમાં અયોધ્યાની વધુ નામના થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર