અયોધ્યાઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ક્લોન ચેકથી ઉપાડી દીધા લાખો રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

છેતરપિંડી કરનારે જ્યારે 9 લાખનો ત્રીજો ચેક જમા કરાવ્યો તો બેન્કે રામ જન્મભૂમિ ટ્રસ્ટને ફોન કરતાં ભાંડો ફુટ્યો

  • Share this:
    નિમિષ ગોસ્વામી, અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shri Ram Janambhumi Teerth Kshetra)ના બેન્ક ખાતામાંથી (Bank Account) છેતરપિંડી કરી લાખો રૂપિયા ઉપાડી દીધાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉની બે બેન્કોમાંથી ચેક ક્લોનિંગ (Cheque Cloning) કરીને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી આ છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે છેતરપિંડી કરનારે ત્રીજી વાર રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો તો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ફોન દ્વારા જાણ કરવામાં આવી. ટ્રસ્ટના ખાતામાંથી રૂપિયા ઉપાડવાના મામલાને લઈ હવે હોબાળો થયો છે. અયોધ્યાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનારની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.

    સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, લગભગ 6 લાખ રૂપિયાની રકમ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ઉપાડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 1 સપ્ટેમ્બરે લખનઉની એક બેન્કથી અઢી લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા. તેના બે દિવસ બાદ સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા. ત્રીજી વાર જ્યારે 9.86 લાખનો ત્રીજો ચેક લખનઉની જ બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)માં પ્રોસેસ માટે આવ્યો તો વેરિફિકેશન માટે ટ્રસ્ટને લખનઉથી કૉલ કરવામાં આવ્યો. ત્યારબાદ ટ્રસ્ટે આ પ્રકારની કોઈ ચૂકવણી કરવાનો ઇન્કાર કરી દીધો.

    આ પણ વાંચો, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રામ ભક્તોને હજુ વધુ રાહ જોવી પડશે, આ છે કારણ

    અયોધ્યા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

    ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જ્યારે બેન્ક ખાતાની લેવડ-દેવડ તપાસી તો 6 લાખ રૂપિયા ઉપાડી દેવામાં આવ્યા છે તેની જાણ થઈ. ત્યારબાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ આ મામલાની જાણકારી અયોધ્યા પોલીસને આપતાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં ચટાઈ પર સૂઈને પસાર કરી પહેલી રાત, રાત્રે ખાધું આ ભોજન

    ક્ષેત્રાધિકારી રાજેશ રાયે બુધવાર મોડી રાત્રે જણાવ્યું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે એક અઢી લાખ અને બીજો સાડા ત્રણ લાખનો નકલી ચેક રજૂ કરીને બેન્કમાંથી 6 લાખ ઉપાડીને છેતરપિંડી આચરવામાં આવી છે. ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: