Ayodhya Ram Temple: ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રસ્ટની ઇચ્છા છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં ભગવાન રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થઈ જાય અને મકરસંક્રાંતિ 2024ના રોજ ભગવાન રામ તેમના ગર્ભગૃહમાં બિરાજમાન થાય. આ સાથે, જ 2024માં આવતી રામનવમીના રોજ ભગવાન રામના જન્મ સમયે એટલે કે બપોરે 12:00 વાગ્યે તેમના મસ્તક પર સૂર્ય તિલક થાય.
અયોધ્યાઃ 2024માં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની જન્મજયંતિ ખૂબ જ ખાસ બનવવાની યોજના બનાવવામાં આવી રહી છે. 2024માં આવતી રામનવમીના દિવસે ભવ્ય મંદિરમાં બપોરે 12:00 વાગ્યે ભગવાન રામનું કપાળ સૂર્યના કિરણોથી પ્રકાશિત થશે. જન્મજયંતિ નિમિત્તે સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો બપોરે 12:00 કલાકે પ્રકાશનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં લાવવાની કામગીરીમાં વ્યસ્ત છે. હાલ તેની રજૂઆત ટ્રસ્ટ સમક્ષ કરવામાં આવી હતી.
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રસ્ટની ઇચ્છા છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં ભગવાન રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થઈ જાય અને મકરસંક્રાંતિ 2024ના રોજ ભગવાન રામ તેમના ગર્ભગૃહમાં બિરાજમાન થાય. આ સાથે જ 2024માં આવતી રામનવમીના રોજ ભગવાન રામના જન્મસમયે એટલે કે, બપોરે 12:00 વાગ્યે ભગવાન રામના મસ્તકને પ્રત્યક્ષ રીતે પ્રકાશિત કરવા માટે કંઈક યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે વૈજ્ઞાનિકોની ટીમે મંદિરનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રસ્ટની બેઠકમાં પેપર અને પ્રોજેક્ટર દ્વારા યોજનાનું પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, ‘સીબીઆરઆઈ (સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ)ના ડિરેક્ટર પ્રદીપ કુમારે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે પેપર અને પ્રોજેક્ટર દ્વારા વૈજ્ઞાનિકોની ટીમને સમજાવવાનો પ્રયાસ કર્યો. થોડા સમય પહેલાં જ CBRI વૈજ્ઞાનિકોની એક આખી ટીમ ટ્રસ્ટની બેઠકમાં આવી હતી. તેમણે રામ નવમીના દિવસે બપોરે 12:00 વાગ્યા સુધીમાં ભગવાન રામ લલ્લાના માથા પર સૂર્યનું કિરણ લાવવા માટે અપનાવવામાં આવી રહેલી ટેક્નોલોજી વિશે સમજાવ્યું હતું.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર