‘રામમંદિર નિધિ સમર્પણ’ અભિયાન પૂર્ણ, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે મળ્યું 2100 કરોડ રૂપિયાનું ભંડોળ

‘રામમંદિર નિધિ સમર્પણ’ અભિયાન પૂર્ણ, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે મળ્યું 2100 કરોડ રૂપિયાનું ભંડોળ
રામ મંદિરના નિર્માણ માટે 1100 કરોડનું ભંડોળ એકત્રિત થવાનું અનુમાન હતું, પરંતુ લોકોના અભૂતપૂર્વ યોગદાનથી 1000 કરોડ વધુ ભંડોળ એકત્રિત થયું

રામ મંદિરના નિર્માણ માટે 1100 કરોડનું ભંડોળ એકત્રિત થવાનું અનુમાન હતું, પરંતુ લોકોના અભૂતપૂર્વ યોગદાનથી 1000 કરોડ વધુ ભંડોળ એકત્રિત થયું

  • Share this:
    નવી દિલ્હી. અયોધ્યા (Ayodhya)માં ભગવાન રામની જન્મભૂમિ (Ram Janma bhoomi) પર રામમંદિર (Ram Mandir) નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ચલાવાયેલું અભિયાન 'રામમંદિર નિધિ સમર્પણ' અભિયાન 45 દિવસ ચાલ્યું હતું. શનિવારે આ અભિયાન પૂર્ણ થતાં રૂ. 2100 કરોડનું ફંડ એકત્રિત થયું હતું.

    આ અભિયાન ગત મકરસંક્રાંતિથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ચલાવાયું હતું. જે બાદ કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ અને અભિયાનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ આલોક કુમારે આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે .



    આ પણ વાંચો, PM મોદીએ ભારત બાયોટેકની કોરોના વેક્સીન લેતાં ટ્વીટર પર લોકોએ આવી રીતે કર્યા વખાણ

    એડવોકેટ આલોક કુમારે કહ્યું હતું કે "વિશ્વના આ સૌથી મોટા અભિયાનમાં ચાલીસ લાખ સમર્પિત કાર્યકાર્તાઓએ 10 લાખ ટીમો બનાવીને રાજ્યોમાં શહેરો, નગરો, જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં ભંડોળ પ્રાપ્ત કરવા માટે ઘરે-ઘરે ગયા અને ભંડોળ એકત્રિત કર્યું. સાથે જ લોકોએ પણ ભગવાન રામ પ્રત્યે દર્શાવેલી ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ આત્માને ઉત્તેજીત કરનારા હતા."

    આલોક કુમારે કહ્યું કે, ગામડા અને શહેરોના કરોડો હિન્દૂ પરિવારો આ અભિયાન સાથે જોડાયેલા હતા. તેમને ઉમેર્યું કે, આ અભિયાન દરમિયાન કાર્યકર્તાઓએ ઘણા લોકોને પોતાની ક્ષમતાથી વધુ યોગદાન આપતા જોયા છે.

    તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ અભિયાનમાં દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિથી લઈને ફૂટપાથ પર સૂતા વ્યક્તિઓએ પોતાની આવકમાંથી યોગદાન આપી પોતાને ભગવાન રામ સાથે જોડી લીધા છે.

    આ પણ વાંચો, LPG Price Today: સામાન્ય જનતાને મોટો આંચકો, આજે ફરી મોંઘો થયો રાંધણ ગેસ, જાણો નવા ભાવ

    ઉલ્લેખનીય છે કે, આ અભિયાનના શરૂઆતમાં 1100 કરોડનું ભંડોળ એકત્રિત થવાનું અનુમાન હતું. પરંતુ લોકોના અભૂતપૂર્વ યોગદાનથી 1000 કરોડ વધુ ભંડોળ એકત્રિત થયું છે.
    Published by:Mrunal Bhojak
    First published:March 01, 2021, 13:05 pm

    ટૉપ ન્યૂઝ