અયોધ્યામાં 3 કે 5 ઑગસ્ટથી શરૂ થશે રામ મંદિર નિર્માણ! PM મોદી કરશે ભૂમિ પૂજનની તારીખનો નિર્ણય

અયોધ્યામાં 3 કે 5 ઓગસ્ટથી શરૂ થશે રામ મંદિર નિર્માણ! PM મોદી કરશે ભૂમિ પૂજનની તારીખનો નિર્ણય

રામ મંદિર 161 ફૂટ ઉંચું હશે. જેમાં ત્રણના બદલે હવે પાંચ ગુંબજ બનાવવામાં આવશે

 • Share this:
  અયોધ્યા : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ (Ram Temple Construction)ને લઈને મોટા સમાચાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને ભૂમિ પૂજન માટે 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. જે તારીખ ફાઇનલ કરવામાં આવશે તે દિવસે પ્રધાનમંત્રી ભૂમિ પૂજન માટે અયોધ્યા (Ayodhya)જઈ શકે છે. પ્રધાનમંત્રી કાર્યાલયની (PMO)મંજૂરી પછી રામ મંદિર નિર્માણની તારીખનો નિર્ણય થશે.

  શનિવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે પ્રધાનમંત્રીને ભૂમિ પૂજન માટે ત્રણ અને પાંચ ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. આ બંનેમાંથી જે તારીખ પર સહમિત બતાવશે તે દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે રામ મંદિર 161 ફૂટ ઉંચું હશે. જેમાં ત્રણના બદલે હવે પાંચ ગુંબજ બનાવવામાં આવશે.

  આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સાજા વધારે થયા, 960 કેસ સામે 1061 દર્દીઓ સ્વસ્થ થયા

  ગુરુવારે પ્રધાનમંત્રી મોદીના પૂર્વ પ્રધાન સચિવ અને મંદિર ટ્રસ્ટ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. તેમની સાથે બીએસએફના પૂર્વ મહાનિર્દેશક અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહકાર કે કે શર્મા પણ હતા. તે દિવસે નૃપેન્દ્ર મિશ્રાએ સર્કિટ હાઉસમાં ટ્રસ્ટના સભ્યો સાથે લગભગ બે કલાક બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે મંદિરની ડિઝાઈન અને મોડલ પર એક મત હોવો જરૂરી છે, જેથી એન્જિનિયર તેને ફાઇનલ રૂપ આપી શકે.
  Published by:Ashish Goyal
  First published: