રામ મંદિર નિર્માણ : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ

રામ મંદિર નિર્માણ : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ
રામ મંદિર નિર્માણ : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ

આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી

 • Share this:
  અયોધ્યા : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં અયોધ્યામાં સરયૂ નદી (Saryu River)ના તટ પર સંધ્યા આરતી કરવામાં આવી હતી. પુજારીઓએ સોમવારે સાંજે આ આરતી કરી હતી. સંધ્યા આરતી દરમિયાન મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. જેનાથી આખું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

  આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે અયોધ્યામાં હનુમાનગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સાથે તેમણે રામ કી પૌડી જઈને ત્યાં ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે પોતાનો ભૂતકાળ જોવે. તે નથી ઇચ્છતા કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. તે આ મામલાને લટકાવીને રાખવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી લોકોને તેમના ધર્મ, જાતિ અને આસ્થાના આધારે ભાગલા પાડવાની રાજનીતિ કરતી આવી છે.  આ પણ વાંચો - સોમનાથ અને હવે રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓનો સિંહ ફાળો  પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ થશે. શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસે અયોધ્યા જવાના છે. પ્રધાનમંત્રી સિવાય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ ત્યાં ઉપસ્થિતિ રહેશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં ગણમાન્ય વ્યક્તિઓ સિવાય દેશભરમાંથી આવેલા સાધુ-સંતો પણ ભાગ લેશે.
  Published by:Ashish Goyal
  First published:August 03, 2020, 21:57 pm

  ટૉપ ન્યૂઝ