ભાગવતના નિવેદન પર ઇકબાલ અન્સારીનો જવાબ, 'હવે રામ મંદિર યાદ આવ્યું?'

News18 Gujarati
Updated: April 17, 2018, 12:52 PM IST
ભાગવતના નિવેદન પર ઇકબાલ અન્સારીનો જવાબ, 'હવે રામ મંદિર યાદ આવ્યું?'

  • Share this:
અયોધ્યામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર માટે એક નિવેદન આપતા કહ્યું હતું કે જો રામમંદિરનું નિર્માણ તે જ જગ્યાએ ન થયું તો ભારતીય સંસ્કૃતિના મૂળ કપાઇ જશે. જેનો જવાબ આપતાં બાબરી મસ્ઝિદના ઇકબાલ અંસારીએ કહ્યું કે હવે રામમંદિરની યાદ આવી રહી છે, છેલ્લા ચાર વર્ષમાં તો ક્યારેય રામ મંદિર યાદ ન આવ્યું.

બકૌલ ઇકબાલ અંસારીએ કહ્યું કે,  'અમે લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટમાં ગયા. અમે લોકો કોઇ પ્રોગ્રામ નથી કરતા, અમે માત્ર કોર્ટનો સહારો લઇ રહ્યાં છે. ચાર વર્ષમાં સરકારે કોઇ કામ નથી કર્યું, જનતાને રોજગાર જોઇએ, પરંતુ નેતાઓ ગભરાયેલા છે અને રામ મંદિરની ધમકી આપી રહ્યાં છે. અમે ધમકીથી ડરવાવાળા નથી. સરકારને કોર્ટનો સહારો લેવો જોઇએ. '

હવે ભાગવતના નિવેદન પર રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે અહીંયા અસ્થાયી મંદિર બનેલું છે. જ્યાં વિધીથી પૂજા પણ થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિનો વિનાશ કરવા માટે ઘણાં વિદેશી આવ્યાં, પરંતુ તેનો વિનાશ ન થયો પરંતુ અમારી સંસ્કૃતિ એટલી મજબૂત છે કે તેને જડમૂળથી કોઇ ઉખાડી ન શકે.

સત્યેન્દ્રે કહ્યું કે મંદિર બનવું જોઇએ તે અસ્થાયી છે જેને ભવ્ય રૂપ આપવાનું છે. પરંતુ એ વિચાર કે જો મંદિર નહીં બને તો ભારતીય સંસ્કૃતિના મૂળ કપાઇ જશે તે યોગ્ય નથી. અમારી સંસ્કૃતિના મૂળ ઘણાં જ મજબૂત છે. સમય આવ્યાં પછી ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે.
 
First published: April 17, 2018
વધુ વાંચો
अगली ख़बर