રામ મંદિર નિર્માણમાં કોરોનાનું વિઘ્ન, હવે 30 એપ્રિલે નહીં થાય ભૂમિ પૂજન

રામ મંદિર નિર્માણમાં કોરોનાનું વિઘ્ન, હવે 30 એપ્રિલે નહીં થાય ભૂમિ પૂજન
દેશની પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન નહીં કરવામાં આવે

દેશની પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન નહીં કરવામાં આવે

 • Share this:
  અયોધ્યાઃ દેશભરમાં ફેલાયેલા કોરોના સંક્રમણ (COVID 19)ને કારણે હવે રામ મંદિર (Ram Mandir) નિર્માણની તૈયારી ઉપર પણ અસર પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા મંદિર નિર્માણ માટે 30 એપ્રિલે ભૂમિ પૂજનની યોજના બનાવવામાં આવી હતી. તેના માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે દેશના પસંદગીના સંતો અને સંગઠનોના પદાધિકારીઓને આ સંબંધમાં સલાહ લીધી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે તમામ લોકોનું માનવું છે કે દેશમાં કોરોના સંકટના કારણે પરિસ્થિતિ ઠીક નથી. એવામાં મંદિર નિર્માણનો ઉત્સવ મનાવવો ઠીક નથી. આ વાતની જાણકારી રાયે પોતે આપી છે.

  ભૂમિ પૂજન ટાળવામાં આવ્યું  'હિન્દુસ્તાન'ના અહેવાલ મુજબ, નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશની પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન નહીં કરવામાં આવે. કોરોનાનું સંકટ આવતાં પહેલા રામ જન્મભૂમિ પર વિરાજમાન રામલલાને પરિસરમાં નિયત સ્થળે પ્રતિષ્ઠિત કર્યા બાદ મંદિરના નિર્માણનું કામ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ સમગ્ર યોજના હેઠળ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવ સે નવા ભવનમાં પ્રતિષ્ઠિત કરવા અને વૈશાખ નવરાત્રીની સાતમે 30 એપ્રિલે ભૂમિ પૂજનની સાથે જ નિર્માણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રમાં ખુલી રહી શકશે દારૂની દુકાનો, રાજ્ય સરકારે મૂકી આ શરત

  ઉત્તર પ્રદેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ


  ઉત્તર પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે પ્રસરી રહ્યું છે. હાલની સ્થિતિ એવી છે કે રાજ્યમાં મઉ, એટા અને સુલ્તાનપુરમાં પણ નવા કોરોના દર્દી સામે આવી ગયા છે. રાજ્યના મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના 52 જિલ્લાઓના 1184 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યામાં 18 લોકોનાં મોત થયા છે.

  આ પણ વાંચો, કોરોનાઃ WHOની દુનિયાને ચેતવણી- આનાથી પણ ખરાબ સમય આવવાનો છે...

   
  Published by:News18 Gujarati
  First published:April 21, 2020, 09:07 am

  ટૉપ ન્યૂઝ