Home /News /national-international /Ram Mandir News: રામમંદિરને લઈને મોટી અપડેટ, મંદિરને મજબૂત બનાવશે ‘રામ નામની ઇંટ’, જાણો શું છે વિશેષતા

Ram Mandir News: રામમંદિરને લઈને મોટી અપડેટ, મંદિરને મજબૂત બનાવશે ‘રામ નામની ઇંટ’, જાણો શું છે વિશેષતા

ફાઇલ તસવીર

Ayodhya Ram Mandir News: ભગવાન રામલલાના મંદિરમાં બંસી પહાડપુરના પત્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પત્થરોની ડિઝાઈન વચ્ચેના અંતરમાં ચંદીગઢથી વૈજ્ઞાનિક રીતે બનાવેલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઈંટો બનાવવા માટે ચંદીગઢની એક કંપનીને ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે. અહીંથી મોટી સંખ્યામાં રામ નામની ઈંટો અયોધ્યા પહોંચી રહી છે. આ ઇંટો રામજન્મભૂમિ મંદિરની અંદર બે પત્થરો વચ્ચેના ગેપમાં લગાવવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના મંદિરને મજબૂત બનાવવા માટે રામ નામની ઈંટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે સાંભળ્યું જ હશે કે, રામ કરતા રામનું નામ મોટું છે. ત્યારે હવે રામ મંદિરના નિર્માણમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. ભગવાન રામલલ્લાના બહુપ્રતિક્ષિત મંદિરને ભવ્યતા સાથે બનાવવામાં આવી રહ્યું છે. ભગવાન રામલલ્લાના મંદિરનું નિર્માણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અથવા એમ કહીએ કે, ગર્ભગૃહ સહિત ભગવાનના ભોંયતળિયાનું નિર્માણ ડિસેમ્બર 2023 પહેલા પૂર્ણ થઈ જશે. મકરસંક્રાંતિના દિવસે ભગવાન ભવ્ય મંદિરમાં બિરાજશે.

ભગવાન રામલલ્લાના મંદિરમાં બંસી પહાડપુરના પત્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પત્થરોની ડિઝાઇન વચ્ચે આવતા ગેપમાં ચંદીગઢથી વૈજ્ઞાનિક રીતે બનાવેલી ઇંટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઈંટો બનાવવા માટે ચંદીગઢની એક કંપનીને ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે. અહીંથી મોટી સંખ્યામાં રામ નામની ઈંટો અયોધ્યા પહોંચી રહી છે. આ ઇંટો રામજન્મભૂમિ મંદિરમાં બે પત્થરો વચ્ચેના ગેપમાં લગાવવામાં આવી રહી છે. તમામ ઇંટોની ગુણવત્તા તપાસ્યા બાદ તેને લગાવવામાં આવી રહી છે. ઈંટોથી રેમ્પ બનાવવામાં આવી રહ્યો છે અને આ સિવાય સીડીઓમાં પણ ઈંટોનો ઉપયોગ કરવામાં આવશે. રામ નામ ઇંટ ઉપરાંત, 3 હોલ ઇંટોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તે પથ્થરોને એકસાથે જોડવા માટે જાળી તરીકે કામ કરશે. આ પથ્થરો સેંકડો વર્ષો સુધી મજબૂત રહેશે અને ભૂકંપ પ્રતિરોધક રહેશે. અત્યાર સુધીમાં લગભગ દોઢ લાખ ઇંટો ચંદીગઢથી અયોધ્યા આવી ચૂકી છે.

આ પણ વાંચોઃ યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં મદદ કરવા ભારત તૈયારઃ PM મોદી

એન્જિનિયર દુર્ગેશ પાંડેએ કહ્યુ હતુ કે, રામ મંદિરમાં જે પણ ઈંટો લગાવવામાં આવી રહી છે, તેની ગુણવત્તા તપાસ્યા બાદ લગાવવામાં આવી રહી છે. આ ઈંટોથી રેમ્પ બનાવવામાં આવી રહ્યો છે. આ સિવાય સીડી બનાવવા માટે ઈંટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, તો દરેક ઈંટ પર ભગવાન રામનું નામ લખેલું છે. આ સિવાય રામ મંદિરમાં 3 હોલવાળી ઈંટ પણ લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચંદીગઢથી લગભગ દોઢ લાખ ઈંટો આવી છે.

બ્રિક વર્કર રણવીર યાદવનું કહેવુ છે કે, આ ઈંટોનો ઉપયોગ મંદિરના નિર્માણમાં જે જગ્યાએ પથ્થર નાંખવામાં આવ્યા નથી, તે ખાલી જગ્યામાં ઉપયોગ કરવામાં આવશે. ઇંટો એટલી મજબૂત છે કે, એકવાર નાંખ્યા પછી તેમાં કોઈ તિરાડ રહેતી નથી. આ ઇંટો ડિઝાઇનની મધ્યમાં મૂકવામાં આવે છે જ્યાં પથ્થરો મૂકી શકાતા નથી.


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેમ્પ ઓફિસ પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યુ હતુ કે, રામ મંદિરમાં બનાવવામાં આવી રહેલી સીડીઓમાં આ ઇંટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે રામ મંદિરમાં મોટા પથ્થરો લગાવવામાં આવી રહ્યા છે. આ દિવસોમાં જ્યાં પથ્થરો લગાવવામાં આવ્યા નથી ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચંદીગઢથી આ સમિતિની રચના કરવામાં આવી છે. વૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં દરેક ઈંટ પર ભગવાન રામનું નામ લખેલું છે, તે ખૂબ જ સારી વાત છે. આ ઈંટ અંગે ઈજનેરોની સલાહ લેવામાં આવી છે. ત્યારબાદ આ ઈંટ લગાવવામાં આવી છે. મંદિર નિર્માણમાં આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી મંદિર હજારો વર્ષો સુધી સુરક્ષિત રહે.
First published:

Tags: Ayodhya mandir, Ayodhya News, Ayodhya Ram Temple, Ram temple in ayodhya