અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન : યૂપીના બંને ડેપ્યુટી CMનો થયો COVID-19 ટેસ્ટ, આવો આવ્યો રિપોર્ટ

News18 Gujarati
Updated: August 4, 2020, 5:09 PM IST
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન : યૂપીના બંને ડેપ્યુટી CMનો થયો COVID-19 ટેસ્ટ, આવો આવ્યો રિપોર્ટ
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન : યૂપીના બંને ડેપ્યુટી CMનો થયો COVID-19 ટેસ્ટ, આવો આવ્યો રિપોર્ટ

જેટલા પણ લોકો 5 ઓગસ્ટે અયોધ્યામાં યોજાનાર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનાં સામેલ થવાના છે. તે બધાનો કોરોનો ટેસ્ટ કરાવવામાં આવશે

  • Share this:
અયોધ્યા : રામનગરી અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા યોગી સરકાર (Yogi Government)ના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય (Keshav Prashad Maurya)અને ડૉ. દિનેશ શર્મા (Dr Dinesh Sharma)નો કોરોના ટેસ્ટ (COVID-19 Test)કરવામાં આવ્યો છે. બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેટલા પણ લોકો 5 ઓગસ્ટે અયોધ્યામાં યોજાનાર રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનાં સામેલ થવાના છે. તે બધાનો કોરોનો ટેસ્ટ કરાવવામાં આવશે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ આમંત્રિત મહેમાનોને પ્રવેશ મળશે. મંગળવારે અયોધ્યા પહોંચી રહેલા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતનો પણ કોરોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારના બંને ઉપમુખ્યમંત્રી મંગળવારે અયોધ્યા પહોંચશે. ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મોર્ય સડકના રસ્તે અયોધ્યા પહોંચશે. બંને ઉપમુખ્યમંત્રી પીએમ મોદીના આગમનની તૈયારીઓ પણ જોશે. સાથે દેશભરમાંથી આવનાર સંત સમાજના લોકો અને મહેમાનોને રિસીવ કરવાની જવાબદારી આપવામાં આવી છે. જેથી બંનેનો કોવિડ-19 ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો - ધોનીના કોરોના ટેસ્ટને લઈને આવ્યા મોટા સમાચાર, ચેન્નાઈ સુપરકિંગ્સના અધિકારીએ આપી જાણકારી

જણાવી દઈએ કે હાઇપ્રોફાઇલ નેતાઓના કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત આવ્યા પછી મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ યૂપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, યૂપીના જલશક્તિ મંત્રી મહેન્દ્રસિંહ સિંહ પણ કોરોના પોઝિટિવ થયા છે.
Published by: Ashish Goyal
First published: August 4, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading