Home /News /national-international /VIDEO: અયોધ્યામાં રામ જન્મોત્સવ આ વખતે થશે ઐતિહાસિક, 25 હજારથી વધારે સુરક્ષાકર્મીને મળશે મોટી ભેટ
VIDEO: અયોધ્યામાં રામ જન્મોત્સવ આ વખતે થશે ઐતિહાસિક, 25 હજારથી વધારે સુરક્ષાકર્મીને મળશે મોટી ભેટ
ayodhya ram janmotsav
શ્રી રામ જન્મભૂમિ ટ્સ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામનવમીના અવસર પર રામજન્મ ભમિ સુરક્ષા ડ્યૂટી કરનારા ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસી અને સીઆરપીએફ જવાન કમાંન્ડોને મંદિર તરફથી રામલલાના જન્મોત્સવના અવસર પર પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
અયોધ્યા: ભગવાન રામની નગરીમાં ભગવાન રામના જન્મોત્સવની ધૂમ મચેલી છે. આ વખતે રામ જન્મોત્સવ ખૂબ જ ખાસ રહેવાના છે, કેમ કે આ વખતે કેટલાય સાંસ્કૃતિક કાર્યક્રમ તો બીજી તરફ અયોધ્યાના રસ્તા પર રામધૂન સાંભળવા મળશે. એટલું જ નહીં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ આયોજનને ઐતિહાસિક બનાવવાની તૈયારીમાં લાગી ગયું છે.
આ વખતે રામ જન્મોત્સવમાં ભગવાન રામના મંદિરની સુરક્ષામાં તૈનાત સુરક્ષાબલોને પણ અમાવા મંદિર ટ્રસ્ટરામ જન્મોત્સવના અવસર પર પ્રસાદ આપશે. શ્રી રામ જન્મભૂમિ ટ્સ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામનવમીના અવસર પર રામજન્મ ભમિ સુરક્ષા ડ્યૂટી કરનારા ઉત્તર પ્રદેશ પોલીસ, પીએસી અને સીઆરપીએફ જવાન કમાંન્ડોને મંદિર તરફથી રામલલાના જન્મોત્સવના અવસર પર પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ ક્રમ છેલ્લા 2 વર્ષથી સતત ચાલી રહ્યો છે અને આ વર્ષે પણ રામલલાની સુરક્ષામાં તૈનાત 25000 થી વધારે સુરક્ષાદળની વચ્ચે પ્રસાદ વિતરણ કરવામાં આવશે. " isDesktop="true" id="1357562" >
પ્રસાદ વિતરણ
અમાવા મંદિર ટ્રસ્ટના મેનેજર પંકજે જણાવ્યું કે, જ્યારથી રામજન્મભૂમિ પર પૂજન થયું છે. તે દિવસ સવા કિલો લાડ્ડૂ ભૂમિ પૂજનના ઉપલક્ષમાં અમાવા રામ મંદિરમાં પ્રસાદ તરીકે વિતરણ કરાયું હતું. ત્યારથી લઈને રામ નવમીના દિવસ અને દિવાળીના દિવસે અમાવા મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કિશોર કુણાલના નિર્દેશ પર રામ જન્મ ભૂમિની સુરક્ષામા તૈનાત સુરક્ષાકર્મીની વચ્ચે વિતરિત કરવાામં આવે છે.
શ્રી રામ જન્મભૂમિર તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, છેલ્લા 2 વર્ષથી રામનવમી 2020 ત્યારથી અત્યાર સુધી દિવાળી અને રામનવમીના રોજ રામ જન્મભૂમિ પરિસરમાં ડ્યૂટી દરમિયાન તૈનાત યૂપી પોલીસ પીએસસી અને સીઆરપીએફના જવાનોને અમાવા મંદિર તરફથી પ્રસાદ આપવામાં આવે છે. આ વર્ષે પણ 25,000 જવાનોને અમાવા મંદિર તરફથી પ્રસાદ આપવામાં આવશે. આ સ્વેચ્છાએ થઈ રહ્યું છે, કોઈની પ્રેરણાથી થતું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર