રામ જન્મભૂમિ પર આ છે ASI રિપોર્ટ, જેને સુપ્રીમકોર્ટે મહત્વનો આધાર માન્યો

News18 Gujarati
Updated: November 9, 2019, 4:30 PM IST
રામ જન્મભૂમિ પર આ છે ASI રિપોર્ટ, જેને સુપ્રીમકોર્ટે મહત્વનો આધાર માન્યો
એએસઆઈના રિપોર્ટ પર ઉત્કન્નથી પ્રાપ્ત નિશાનના આધાર પર કહેવામાં આવ્યું છે કે, ત્રણ ગુબંધોવાળી બાબરી સંરચનાની નીચે પહેલાથી એક સંરચના હતી

એએસઆઈના રિપોર્ટ પર ઉત્કન્નથી પ્રાપ્ત નિશાનના આધાર પર કહેવામાં આવ્યું છે કે, ત્રણ ગુબંધોવાળી બાબરી સંરચનાની નીચે પહેલાથી એક સંરચના હતી

  • Share this:
અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદગ પર ખુબ પ્રતિક્ષિત નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે વિવાદીત ભૂમિ પર મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 2003માં આવેલી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)ના રિપોર્ટને પોતાના નિર્ણય માટે મહત્વનો આધાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, એએસઆઈએ પોતાના રિપોર્ટમાં વિવાદીત ભૂમિની નીચે મંદિરના અવશેષ હોવાની વાત કરી હતી. જેને ઈલાહાબાદ હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયમાં મહત્વનો આધાર માન્યો હતો. આખરે 2003માં મંદિરને લઈ એએસઆઈના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 2003માં ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશન પર રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદીત સ્થળનું ખોદકામ કર્યું હતું. પુરાતત્વવિદોએ બાબરી મસ્જિદના પહેલાના મોટા એક ઠાંચાનું પ્રમાણ કોર્ટની સામે રાખ્યું હતું. કોર્ટના આદેશ બાદ એએસઆઈ દ્વારા ખોદકામમાં 52 મુસલમાનો સહિત 131 મજદૂરોની ટીમ લાગી હતી. 11 જૂન 2003ના રોજ એએસઆઈએ એક અંતિમ રોપોર્ટ જાહેર કર્યો જેમાં માત્ર 22 મે અને 6 જૂન 2003 વચ્ચેના સમયગાળાના નિષ્કર્ષોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.

2003માં એએસઆઈએ સોપ્યો રિપોર્ટ

ઓગસ્ટ 2003માં એએસઆઈએ ઈલાહાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠને 574 પાનાનો એક રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં સૂચિબદ્ધ સંરચનામાં કેટલીક ઈંટોની દિવાલ, પૂર્વ પશ્ચિમ તરફ, કેટલીક ઉત્તર-દક્ષિણ તરફ અને, સજાવવામાં આવેલા રંગીન ફર્સ, 1.64 મીટર ઊંચી છજ. કાળા પથ્થરોવાળા થાંભલાની જાણકારી આપી હતી. સાથે જ આ રિપોર્ટમાં ચારે બાજુ ખૂણા પર મૂર્તિઓના સ્થંભ અને સાથે અરબી ભાષામાં પથ્થર પર પવિત્ર છંદના શિલાલેખનો પણ ઉલ્લેખ આપવામાં આવ્યો હતો.એએસઆઈના રિપોર્ટમાં અન્ય વાતો સિવાય એક સીડી અને બે કાળા બેસાલ્ટ સ્તંભોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મોર સાથે કમળ બનાવવામાં આવ્યા હતા. જેને સજાવટી નક્કાશિયોથી બનાવવામાં આવ્યા છે, જેમાં કમળના પંખો ઉપરની તરફ ઉઠેલા છે. એએસઆઈના રિપોર્ટ પર ઉત્કન્નથી પ્રાપ્ત નિશાનના આધાર પર કહેવામાં આવ્યું છે કે, ત્રણ ગુબંધોવાળી બાબરી સંરચનાની નીચે પહેલાથી એક સંરચના હતી.
Loading...

બાબરી મસ્જિદના કાટમાળ નીચે પ્રાચિન અવશેષ
બાબરી ઢાંચાની નીચે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીની પ્રાચિન પરિધિ મળી આવી છે. કમળ, કૌસ્તુભ ઘરેણા, મગરમચ્છની પ્રતિકૃતિ, હિન્દૂ અલંકારોવાળા સુંદર પથ્થરના ટૂકડા આ દિવાલોમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. આ સજાવવામાં આવેલા વાસ્તુશિલ્પના ટુકડાઓને દિવાલોમાં વિભિન્ન સ્થાનો પર સટીકતા સાથે નાખવામાં આવ્યા હતા. એક પથ્થરના સ્લેબનો એક નાના ભાગ એક જગ્યા પર 20 ફૂટ નીચે ખાડામાં ચોંટેલો હતો. શેષ સ્લેબ દિવાલમાં ઢંકાયેલો હતો.આ પહેલા પણ અયોધ્યાનું સર્વેક્ષણ એલેકઝેન્ડર કનિંઘમ દ્વારા 1862-63માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1989-91 એ ફ્યૂહર દ્વારા 1889-91માં, પ્રોફેસર એ. કે. નારાયણે 1969-70માં અને ચોથી વખત પ્રોફેસર બી.બી. લાલે 1975-76માં અયોધ્યાનું ખોદકામ કરી તેની ઐતિહાસિકતા પર પ્રકાશ નાખ્યો હતો.

કનિંઘમના સર્વેક્ષણનો ઉદ્દેશ્ય બૌદ્ધ સ્થળ
કનિંઘમના સર્વેક્ષણનો ઉદ્દેશ્ય બૌદ્ધ સ્થળો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો હતા. જોકે, સર્વેક્ષણ દરમિયાન તેમણે અયોધ્યામાં રામના અસ્તિત્વનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્તમાન અયોધ્યા રામાયણની અયોધ્યા સાથે જોડાયેલુ છે. 1889-91માં આવેલી ફ્યૂહરર રિપોર્ટ વાસ્તવમાં કનિંઘમના અધ્યયનનો વિસ્તાર હતો.

નારાયણે 5 શતાબ્ધી ઈસ્વીમાં અયોધ્યામાં એક મજબૂત બૌદ્ધ ઉપસ્થિતિથી સંબંધિત પ્રમાણ આપ્યા હતા. બી.બી. લાલે સ્ટડીમાં ઈસાઈ યુગની શરૂઆતી શતાબ્ધીઓમાં અયોધ્યામાં મોટા પાયે વ્યાપાર અને વાણિજ્ય વિશે કેટલીક રસપ્રદ જાણકારી વિશે માહિતી મેળવી હતી.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...