રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ, સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ સંક્રમિત

News18 Gujarati
Updated: July 30, 2020, 3:29 PM IST
રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ કોરોના પોઝિટિવ, સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ સંક્રમિત
પૂજારી પ્રદીપ દાસ (સર્કલમાં) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ફાઇલ તસવીર (Image: News18)

રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસને હૉમ ક્વૉરન્ટિન કરાયા, અયોધ્યામાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં ચિંતાનું કારણ

  • Share this:
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યા (Ayodhya)થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજનની તૈયારીઓની વચ્ચે કોરોના (COVID-19)એ પ્રવેશ કરી દીધો છે. અહીં સાધુ-સંતોની સાથે રામ જન્મભૂમિ ની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપ દાસ (Priest Pradeep Das) કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેઓ મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. પ્રદીપ દાસ પણ સત્યેન્દ્ર દાસની સાથે રામ જન્મભૂમિની પૂજા કરે છે. નોંધનીય છે કે, રામ જન્મભૂમિમાં મુખ્ય પૂજારીની સાથે 4 પૂજારી રામલલાની સેવા કરે છે.

રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ પોઝિટિવ

હવે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ પૂજારી પ્રદીપ દાસને હૉમ ક્વૉરન્ટિન કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ વિગતો સામે આવ્યા બાદ રામ મંદિરના શિલાન્યાસની તૈયારીઓ વચ્ચે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો, રામ મંદિર શિલાન્યાસઃ PM મોદી 5 ઓગસ્ટે રામલલા પર બહાર પાડી શકે છે પોસ્ટલ સ્ટેમ્પ

5 ઓગસ્ટે વડાપ્રધાન મોદી શિલાન્યાસમાં હાજર રહેશે

નોંધનીય છે કે, 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં આગમન છે. પીએમ મોદી રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે દેશના તમામ ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. આ ભૂમિપૂજન કાર્યક્રમની ભવ્યતા અને પ્રચારમાં રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કોઈ કસર નથી છોડવા માંગતું.આ પણ વાંચો, રામ મંદિરના ભૂમિ પૂજન સમયે આ મુસ્લિમ પરિવાર પ્રગટાવેશે 501 દીવા, કહ્યું- રામલલા અમારા પણ પેગંબર

અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા : ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના પ્રવાસને લઈ અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આઈડી પ્રૂફ જોઈને જ અયોધ્યા ધામમાં પ્રવેશ મળી રહ્યો છે. અયોધ્યા ધામને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Published by: Mrunal Bhojak
First published: July 30, 2020, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading