અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે, PM મોદી પણ થઈ શકે છે સામેલ

અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે, PM મોદી પણ થઈ શકે છે સામેલ
વડાપ્રધાન કાર્યાલય તરફથી રામ મંદિર ભૂમિ પૂજન માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી દેવામાં આવી છે

વડાપ્રધાન કાર્યાલય તરફથી રામ મંદિર ભૂમિ પૂજન માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી દેવામાં આવી છે

 • Share this:
  અયોધ્યાઃ દશકાઓ લાંબા ઇંતજાર બાદ અયોધ્યા (Ayodhya)માં ભવ્ય રામ મંદિર નિર્માણ (Ram Temple) માટે ભૂમિ પૂજનનું શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. સૂત્રોના હવાલાથી મળી રહેલી જાણકારી મુજબ, 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિ પૂજન થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જાતે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. નોંધનીય છે કે, શનિવારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Shri Ram Janambhoomi Teerth Kshetra Trust)ની અયોધ્યામાં મળેલી પહેલી બેઠકમાં રામ મંદિર (Ram Temple) નિર્માણ માટે શિલાન્યાસની બે તારીખ નકકી કરવામાં આવી હતી. 3 અને 5 ઓગસ્ટે શિલાન્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું હતું.

  હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન કાર્યાલયે 5 ઓગસ્ટની તારીખ પર સહમતિ દર્શાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 5 ઓગસ્ટે વડાપ્રધાન અયોધ્યા પહોંચશે અને શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રામલલાના પક્ષમાં ચુકાદો આપ્યા બાદથી દેશ-વિદેશના રામ ભક્તોમાં રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થવાની આતુરતા હતી. પરંતુ કોરોના વાયરસ સંક્રમણ અને ચીનની સાથે સરહદ વિવાદના કારણે વડાપ્રધાન તરફથી સમય નહોતી મળી રહ્યો.  બીજી તરફ, સંતો તરફથી થઈ રહેલી મંદિરના વિસ્તારની માંગને પણ ટ્રસ્ટે ગંભીરતાથી લીધી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરનું મોડલ તો VHPનું જ રહેશે. પરંતુ તેને વધુ ભવ્યતા આપવા માટે ડિઝાઇનનો વિસ્તાર કરવામાં આવશે. હવે મંદિરમાં ત્રણને સ્થાને પાંચ ગુંબજ હશે. તેનાથી તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વધી જશે.

  આ પણ વાંચો, અયોધ્યાઃ હવે 161 ફુટ ઊંચું હશે રામ મંદિર, ત્રણને બદલે હશે પાંચ ગુંબજ

  રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે વડાપ્રધાનને ભૂમિ પૂજન માટે 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. આ બંનેમાંથી જે તારીખ પર તેઓ સહમતિ દર્શાવશે તે દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે રામ મંદિર 161 ફુટ ઊંચું હશે. તેમાં ત્રણને સ્થાને પાંચ ગુંબજ હવે બનાવવામાં આવશે.

  આ પણ વાંચો, રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણની વચ્ચે અશોક ગહલોત બુધવારે કરાવી શકે છે શક્તિ પરીક્ષણઃ સૂત્ર


  મૌલિક નક્શામાં ફેરફાર નહીં થાય : કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે, રામ મંદિરના નક્શામાં મૌલિક રીતે કોઈ ફેરફાર નહીં કરવામાં આવે પરંતુ વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે આ ફેરફારમાં મંદિરના શિખરની ઊંચાઈ વધારવામાં આવશે જે 128 ફુટને બદલે હવે 161 ફુટનું હશે. આવી જ રીતે મંદિરના ઉત્તર-દક્ષિણ હિસ્સાનો પણ વિસ્તાર કરવામાં આવશે. આ કારણે ગુંબજોની સંખ્યા ત્રણથી વધીને પાંચ થઈ જશે. (ઇનપુટઃ અનૂપ/કેબી શુક્લા)
  Published by:Mrunal Bhojak
  First published:July 19, 2020, 11:58 am