Home /News /national-international /મહિલા બેંક મેનેજરની આત્મહત્યાનો કેસ, શું થયો બીજો ખુલાસો, કોની સામે નોંધાઇ FIR

મહિલા બેંક મેનેજરની આત્મહત્યાનો કેસ, શું થયો બીજો ખુલાસો, કોની સામે નોંધાઇ FIR

અયોધ્યામાં પંજાબ નેશનલ બેંકની સહાનગંજ બ્રાન્ચની ઉપ પ્રબંધક શ્રદ્ધા ગુપ્તાએ શનિવારે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી

ayodhya pnb bank manager suicide case- ઘટનાસ્થળેથી કથિત રીતે એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં બે પોલીસકર્મીઓને આ માટે જવાબદાર ગણાવ્યા હતા

અયોધ્યા : અયોધ્યામાં (Ayodhya) પીએનબી બેંક મેનેજર સુસાઇડ કેસમાં (PNB Bank Manager Suicide Case)પોલીસે આઈપીએસ અધિકારી (IPS Officer) અને અયોધ્યાના પૂર્વ એસપી રહેલા આશિષ તિવારી સહિત ત્રણ લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસે સુસાઇડ નોટના (Suicide note)આધારે આઈપીએસ આશિષ તિવારી, હેડ કોન્સ્ટેબલ અનિલ રાવત અને વિવેક ગુપ્તા સામે કેસ નોંધ્યો છે. ગત શનિવારે અયોધ્યામાં પીએનબી બેંકની મેનેજરે પોતાના ઘરે આત્મહત્યા (Suicide)કરી હતી. બેંક મેનેજરના પિતાની ફરિયાદ પર અયોધ્યા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

અયોધ્યામાં પંજાબ નેશનલ બેંકની સહાનગંજ બ્રાન્ચની ઉપ પ્રબંધક શ્રદ્ધા ગુપ્તાએ શનિવારે પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઘટનાસ્થળેથી કથિત રીતે એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં બે પોલીસકર્મીઓને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. સુસાઇડ મોટ મળી આવ્યા પછી સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ ઉઠાવવાના શરૂ કર્યા હતા. શ્રદ્ધા ગુપ્તા મૂળ લખનઉની રહેવાસી હતી. તે છેલ્લા 5 વર્ષથી અયોધ્યામાં પીએનબી બેંકમાં કાર્યરત હતી.

આ પણ વાંચો - દિવાળી મનાવ્યા પછી 6 બહેનોના એકના એક ભાઈએ આત્મહત્યા કરી, RACમાં હતી નોકરી

વિવેકની હરકતોથી તૂટ્યો સંબંધ

લગભગ એક વર્ષ પહેલા શ્રદ્ધાના લગ્ન બલરામપુરના ઉતરૌલા નિવાસી વિવેક ગુપ્તા સાથે નક્કી થયા હતા. ચિનહટ વિસ્તારમાં બીબીડી પાસે દયાલ રેસિડેન્સીનો રહેવાસી વિવેક તે સમયે લખનઉ સ્થિત એચસીએલમાં નોકરી કરતો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે વિવેકની હરકતો ખરાબ હતી. ઘણી યુવતીઓ સાથે તેની મિત્રતા હતી. જેમના ઘરે પણ તેની અવરજવર હતી. આ સિવાય અન્ય વાતો વિશે પણ જાણ થતા વિવેકના શ્રદ્ધા સાથે લગ્ન તોડી દેવામાં આવ્યા હતા. આમ છતા તે શ્રદ્ધાને પરેશાન કરતો હતો.

આ પણ વાંચો - કરવાચોથ પર લીધેલી સેલ્ફી જીવનની આખરી સેલ્ફી બની, અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત, દિવાળીમાં માતમ

પોલીસ અધિકારીઓના નામે બતાવતો બીક

મૃતક શ્રદ્ધાના ભાઈ શુભમ ગુપ્તાનો આરોપ છે કે વિવેક ગુપ્તા તેની બહેન શ્રદ્ધાને જ નહીં આખા પરિવારને પરેશાન કરતો હતો. સમજાવવા છતા પણ તે પોતાની હરકતો સુધારતો ન હતો. તે પોલીસ અધિકારીઓના નામ આપીને ડરાવતો હતો. કહેતો હતો કે તેનું કોઇ કશું કરી શકવાનું નથી. શુભમનો આરોપ છે કે વિવેકની મદદ કેટલાક પોલીસકર્મી કરતા હતા. આ જ કારણે દબંગાઇ કરી રહ્યો હતો.
First published:

Tags: Suicide case, અયોધ્યા, ઉત્તર પ્રદેશ