Home /News /national-international /

મુસ્લિમોએ કેમ કહ્યું કે, જો આવુ થશે તો અમારે અયોધ્યા છોડવું પડશે?

મુસ્લિમોએ કેમ કહ્યું કે, જો આવુ થશે તો અમારે અયોધ્યા છોડવું પડશે?

ફાઇલ તસવીર

વિશ્વ હિંદુ પરિષદે દાવો કર્યો હતો કે, 1 લાખ લોકો અયોધ્યામાં ભેગા થશે અને સુપ્રિમ કોર્ટ સામે નારાજગી વ્યક્ત કરશે.

    લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં હવે રામ મંદિરની ગૂંજ ઉઠી છે અને વિશ્વ હિંદુ પરિષણ અને શિવસેનાએ અયોધ્યામાં રેલીઓ કરવાની જાહેરાત કરી છે.
    જો કે, સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે કે, હિંદુત્વવાદી સંગઠનોની સૂચિત રેલીઓથી મુસ્લિમોમાં ભયનો માહોલ સર્જાયો છે.

    જે મુસ્લિમ આગેવાનોએ આ ભય વ્યક્ત કર્યો છે તેમાં ઇકબાલ અંસારીનો પણ સમાવેશ થાય છે. ઇકબાલ અંસારી બાબરી ધ્વંસ કેસ લડનારાઓમાં એક છે.

    વિશ્વ હિંદુ પરિષદ અને શિવસેના 25 નવેમ્બરનાં રોજ આયોજન કર્યુ છે.

    અંસારીએ મીડિયાને જણાવ્યું કે, “મારા સહિત અયોધ્યામાં રહેતા મુસ્લિમોને ડર લાગી રહ્યો છે. અમે વહીવટીતંત્રને વિનંતી કરીએ છીએ કે, સલામતી વધારી દેવામાં આવે. જો, આમ નહી થાય તો, અમારે અયોધ્યા છોડીને જતા રહેવું પડશે.”
    ઇકબાલ અંસારીનાં પિતા હાસિમ અંસારી રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં મુખ્ય લિટીગન્ટ (કેસ દાખલકરનાર) હતા.
    ઇકબાલ અંસારીએ કહ્યું કે, આ રેલીઓ દ્વારા લાખો લોકો અયોધ્યામાં આવશે અને તેમને ચિંતા છે કે, સ્થાનિક મુસ્લિમને ટાર્ગેટ કરવામાં આવશે, તેમણે કહ્યું કે, 1992માં પણ ટોળા ભેગા થયા હતા અને બાબરી મસ્જિદને પાડી દીધી હતી. મારા ઘરને પણ તોડી પાડ્યુ હતું.

    જો કે, ઉત્તરપ્રદેશનાં પોલીસ વડા ઓ.પી સિંઘે જણાવ્યું કે, રાજ્યની પોલીસ લધુમતિ સહિત તમામ લોકોને સુરક્ષા આપશે. ઉત્તરપ્રદેશમાં રહેતા 23 કરોડ લોકોની સલામતીની જવાબદારી પોલીસની છે. જો કોઇ લોકોને અસલામતીનો અનુભવ થાય, તો તેઓ તાત્કાલિક નજીકનાં પોલીસનો સહારો લઇ શકે છે. અમે તેમને જરૂરી સલામતી પુરી પાડીશું”.
    આ પહેલા વિશ્વ હિંદુ પરિષદે દાવો કર્યો હતો કે, 1 લાખ લોકો અયોધ્યામાં ભેગા થશે અને સુપ્રિમ કોર્ટ સામે નારાજગી વ્યક્ત કરશે.
    આ રેલીમાં શિવસેનાનાં સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે પણ જોડાશે અને રેલીને સંબોધશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Babri Masjid, Rallies, Shivsena, VHP, અયોધ્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन