જમીન વિવાદ : ફૈઝાબાદમાં થશે મધ્યસ્થતા બેઠક, સુપ્રીમના આદેશની પાંચ મોટી વાત

News18 Gujarati
Updated: March 8, 2019, 2:07 PM IST
જમીન વિવાદ : ફૈઝાબાદમાં થશે મધ્યસ્થતા બેઠક, સુપ્રીમના આદેશની પાંચ મોટી વાત
ન્યૂઝ18 ક્રિએટિવ

મધ્યસ્થતા પેનલમાં ત્રણ લોકો સામેલ હશે. મધ્યસ્થતા બોર્ડના સભ્યોમાં શ્રી શ્રી રવિશંકર સાથે શ્રીરામ પંચુ પણ સામેલ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે મોટો નિર્ણય આપતા મધ્યસ્થતાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ માટે ત્રણ લોકોની પેનલ બનાવવાનો આદેશ કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોણ કોણ મધ્યસ્થતા કરશે તે નામ પણ નક્કી કરી દીધા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આઠ અઠવાડિયામાં પેનલે પોતાનો રિપોર્ટ આપવો પડશે. તો જાણીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે જોડાયેલી પાંચ ખાસ વાતો:

  • મધ્યસ્થતા પેનલમાં ત્રણ લોકો સામેલ હશે. મધ્યસ્થતા બોર્ડના સભ્યોમાં શ્રી શ્રી રવિશંકર સાથે શ્રીરામ પંચુ પણ સામેલ છે. મધ્યસ્થતા બોર્ડના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ ફકીર મોહમદ ઇબ્રાહિમ ખલીફુલ્લાહ કરશે.


  • ત્રણ સભ્યોની પેનલે ચાર અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ આપવાનો રહશે. એટલું જ નહીં આઠ અઠવાડિયા દરમિયાન સંપૂર્ણ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવો પડશે.

  • રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદની મધ્યસ્થતાની આખી સુનાવણી ફૈઝાબાદમાં થશે. આ માટે ઉત્તર પ્રદેશ સરકાર જરૂરી વ્યવસ્થા કરશે.

  • મધ્યસ્થતા સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે આ મામલા સાથે જોડાયેલું કોઈ જ રિપોર્ટિંગ કરી શકાશે નહીં.
  • મધ્યસ્થતા સાથે જોડાયેલી આખા પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવશે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે ફેંસલો ન સંભળાવી દે ત્યાં સુધી તેની જાણકારી બંધ દરવાજાની બહાર નહીં જાય.


આ પણ વાંચો : ફકીર મોહમદ ઇબ્રાહિમ ખલીફુલ્લાહ: કોણ છે અયોધ્યા મામલે મધ્યસ્થતા કરનારા નિવૃત્ત જજ?
First published: March 8, 2019, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading