LIVE NOW

અયોધ્યા કેસ : 40 દિવસ ચાલેલી ઐતિહાસિક દલીલ પુરી, નિર્ણય સુરક્ષિત

સુપ્રીમ કોર્ટે બધા પક્ષોને કહ્યું હતું કે તે મોલ્ડિંગ ઓફ રિલીફ ઉપર ત્રણ દિવસોમાં લેખિત જવાબ કોર્ટમાં દે

gujarati.news18.com | October 16, 2019, 5:27 PM IST
facebook Twitter Linkedin
Last Updated October 16, 2019
auto-refresh

Highlights

4:51 pm (IST)
3:28 pm (IST)
હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલો વચ્ચે ઉગ્ર ચર્ચા - મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ દરમિયાન ચુકાદાના અનુવાદ પર સવાલ ઉઠાવ્યો. તેઓએ કહ્યુ કે, રામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના વકીલ પી.એન. મિશ્રાએ અનુવાદને યોગ્ય ઠેરવ્યો અને એક ફકરો વાંચ્યો, પરંતુ અમે તેમને પહેલા સાંભળી ચૂક્યા છીએ. બાબર દ્વારા મસ્જિદના નિર્માણ માટે ગ્રાંટ અને લગાન માફી આપવાનો દસ્તાવેજ છે. તેની પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે, ગ્રાંટથી આપના માલિકી હકની પુષ્ટિ કેવી રીતે થાય? રાજીવ ધવને કહ્યુ કે, જમીનદારી અને દીવાનીના જમાનાને જોઈએ તો જમીનના માલિકને જ ગ્રાંટ મળતી હતી. રાજીવ ધવને કહ્યુ કે, તેની દલીલ મૂર્ખતાપૂર્ણ છે કારણ કે તેને ભૂમિ કાયદાની જાણકારી નથી. તેની પર પી.એન. મિશ્રાએ કહ્યુ કે, તેઓએ જમીનના કાયદા પર બે પુસ્તક લખ્યા છે અને તમે કહી રહ્યા છો કે મને કાયદો નથી ખબર. તેની પર રાજીવ ધવને કહ્યુ કે આપના પુસ્તકોને સલામ, તેની પર પીએચડી કરી લો.

Load More
નવી દિલ્હી : દશકાઓથી ચાલી રહેલો અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ હવે પોતાના અંતિમ ચરણમાં છે. સુપ્રીમ કોર્ટમાં બુધવારે આ વિવાદ પર અંતિમ ચર્ચા પુરી થઈ ગઈ છે. આજે બંને પક્ષો તરફથી અંતિમ દલીલો રજૂ કરવામાં આવી હતી.