Ayodhya Verdict: મુસ્લિમ પક્ષે કહ્યુ, 'અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ સંતુષ્ટ નથી'

News18 Gujarati
Updated: November 9, 2019, 1:54 PM IST
Ayodhya Verdict: મુસ્લિમ પક્ષે કહ્યુ, 'અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ સંતુષ્ટ નથી'
સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાદ જિલાની

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાદ જિલાની (Zafaryab Jilani)એ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ (Ayodhya Dispute) અંગે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્ણય બાદ મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ કહ્યુ કે, સુપ્રીમ કોર્ટના ફેંસલાનું તેઓ સન્માન કરે છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે આખરે આ વિવાદનો ફેંસલો આવી ગયો છે. ઇકબાલ અન્સારીને જ્યારે પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુ કે, "હું શું કહું. દેશનો આ મુખ્ય અને સૌથી મોટો મુદ્દો હતો. આજે તેનું સમાધાન થઈ ગયું છે. હવે સરકારની જવાબદારી છે કે અમને જમીન આપે." નોંધનીય છે કે અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે શનિવારે ચુકાદો સંભળાવી દીધો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વિવાદિત જમીન રમલલા વિરાજમાનને સોંપી દેવાનો આદેશ કર્યો છે. સાથે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા સુન્ની વકફ બોર્ડના વકીલ ઝફરયાદ જિલાની (Zafaryab Jilani)એ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે, "અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમને આનાથી સંતોષ નથી. અમે આ અંગે વિચાર કરીશું."

આ પણ વાંચો : Ayodhya Verdict : આખી વિવાદિત જમીન રામલલા વિરાજમાનને સોંપવામાં આવી


40 દિવસ સુધી સુનાવણી ચાલી

નોંધનીય છે કે સીજેઆઈ (Chief Justice of India)ની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે સતત 40 દિવસ સુધી સુનાવણી બાદ 16 ઓક્ટોબરના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે નિર્મોહી અખાડા અને શિયા વકફ બોર્ડનો દાવો રદ કરી નાખ્યો હતો. સાથે જ તેમણે કહ્યુ હતુ કે હિન્દુ પક્ષે સુનાવણી દરમિયાન ઐતિહાસિક પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આસ્થાના આધાર પર જમીનના માલિકી હકનો નિર્ણય ન આપી શકીએ.
Loading...

શાંતિની અપીલ કરી

સીજેઆઈ રંજન ગોગોઈ શનિવારે સવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં ફેંસલો સંભળાવવા માટે આવ્યા હતા ત્યારે તેમણે સૌપ્રથમ બધાને શાંતિની અપીલ કરી હતી. જે બાદ પાંચ જજોની ખંડપીઠે ચુકાદા પર હસ્તાક્ષર કર્યા હતા. સીજેઆઈએ કહ્યુ કે 1991ના કાયદામાં ઉપાસના સ્થળ પર પૂજાનો ઉલ્લેખ છે. આ મામલે કોઈએ પ્રૉપર્ટી રાઇટનો દાવો નથી કર્યો.

આ પણ વાંચો : અયોધ્યા મામલે નેહરુએ શાસ્ત્રી અને પંતને લખ્યો હતો ખાસ પત્ર
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...