અયોધ્યામાં હોસ્પિટલ બનાવશે સુન્ની વક્ફ બોર્ડ, સીએમ યોગી આદિત્યનાથને આપશે શિલાન્યાસનું આમંત્રણ

News18 Gujarati
Updated: August 8, 2020, 4:34 PM IST
અયોધ્યામાં હોસ્પિટલ બનાવશે સુન્ની વક્ફ બોર્ડ, સીએમ યોગી આદિત્યનાથને આપશે શિલાન્યાસનું આમંત્રણ
અયોધ્યામાં હોસ્પિટલ બનાવશે સુન્ની વક્ફ બોર્ડ, સીએમ યોગી આદિત્યનાથને આપશે શિલાન્યાસનું આમંત્રણ

ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈને કહ્યું - ધન્નીપુર ગામમાં વક્ફ બોર્ડને મળેલી પાંચ એકર જમીન પર હોસ્પિટલ, લાઇબ્રેરી, સામુદાયિક રસોઈઘર અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ (Sunni Central Waqf Board)દ્વારા અયોધ્યા (Ayodhya)માં મસ્જિદ (Masjid) તથા અન્ય નિર્માણ માટે ગઠિત ટ્રસ્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર વક્ફ બોર્ડને મળેલી જમીન પર બનનારી જન સુવિધાઓનો શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રિત કરશે.

ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સચિવ અને પ્રવક્તા અતહર હુસૈને શનિવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અયોધ્યા જિલ્લાના ધન્નીપુર ગામમાં વક્ફ બોર્ડને મળેલી પાંચ એકર જમીન પર હોસ્પિટલ, લાઇબ્રેરી, સામુદાયિક રસોઈઘર અને રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ બધી વસ્તુઓ જનતાની સુવિધા માટે રહેશે અને જનતાને સુવિધા આપવાનું કામ મુખ્યમંત્રીનું હોય છે. આથી શિલાન્યાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો - આતંકી હુમલાના કારણે પાકિસ્તાનમાં રોકવામાં આવી ક્રિકેટ મેચ, સુરક્ષા પર ઉભા થયા સવાલો

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં ફક્ત હાજર જ નહીં રહે પણ આ જન સુવિધાઓના નિર્માણ માટે સહયોગ પણ કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અયોધ્યામાં મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા જવાની સંભાવના પર કહ્યું હતું કે ના તો તેમને બોલવવામાં આવશે અને ના તે જશે. તેમણે કહ્યું હતું કે જો તમે એક મુખ્યમંત્રીને આ સવાલ પુછી રહ્યા છો તો મને કોઈ ધર્મ, માન્યતા કે સમુદાયથી દ્રેષ નથી પણ તમે મને એક યોગીના રૂપમાં પુછી રહ્યા છો હું ક્યારેય નહીં જાઉ. કારણ કે એક હિન્દુના રૂપમાં મને પોતાના ઉપાસના વિધિનું પાલન કરવાનો અધિકાર છે.

શું ધન્નીપુર ગામમાં બનનાર મસ્દિજનું નામ બાબરી મસ્જિદ રાખવામાં આવશે. આ સવાલ પર ટ્રસ્ટના સચિવે કહ્યું કે આવો કોઈ વિચાર નથી અને હજું સુધી ઇમારતનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.
Published by: Ashish Goyal
First published: August 8, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading