અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલ પાસેથી 25 જુલાઈ સુધી માંગ્યો વિસ્તૃત અહેવાલ

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે મધ્યસ્થતા અંગે સમય આપ્યો છે, તેનો રિપોર્ટ આવવામાં હજી સમય બાકી છે. હવે આ મામલે આગામી સુનાવણી 25મી જુલાઈના રોજ થશે.

News18 Gujarati
Updated: July 11, 2019, 1:30 PM IST
અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલ પાસેથી 25 જુલાઈ સુધી માંગ્યો વિસ્તૃત અહેવાલ
ન્યૂઝ18 ક્રિએટિવ
News18 Gujarati
Updated: July 11, 2019, 1:30 PM IST
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને સમાપ્ત કરવાની અરજી ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન અરજી કરનાર ગોપાલસિંહ વિશારદે કોર્ટેને કહ્યુ કે આ કેસમાં મધ્યસ્થતા કામ નહીં આવે, એવામાં સુપ્રીમ કોર્ટે જ કોઈ નિર્ણય આપવો જોઈએ. આ અંગે કોર્ટે કહ્યુ કે અમે મધ્યસ્થતા અંગે સમય આપ્યો છે, તેનો રિપોર્ટ આવવામાં હજી સમય બાકી છે. હવે આ મામલે આગામી સુનાવણી 25મી જુલાઈના રોજ થશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બંધારણીય બેંચે મધ્યસ્થતા સમિતિને આ મામલે રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે. મધ્યસ્થતા સમિતિએ આગામી ગુરુવાર સુધી આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવો પડશે. હવે આ મામલે આગામી સુનાવણી 25 જુલાઈના રોજ થશે. સુપ્રીમે કહ્યુ કે જો પેનલ એવું કહે છે કે મધ્યસ્થતા કામ નહીં આવે તો 25મી જુલાઈથી કોર્ટમાં દરરોજ આ મામલાની સુનાવણી થશે.

આઠમી માર્ચના રોજ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવી જોઈએ અને સમિતિએ ચાર અઠવાડિયાની અંદર તેમનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે સમિતિને આ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરીને આઠ અઠવાડિયામાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
Loading...

શરૂઆતમાં નિર્મોહી અખાડા અને ઉત્તર પ્રદેશ સરકારને બાદ કરતા હિન્દુ સંસ્થાઓએ કોર્ટના આ સૂચનનો વિરોધ કર્યો હતો. જ્યારે મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હિન્દુ સંસ્થાઓનું કહેવું હતું કે સમધાન માટે પહેલા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યક્તિ કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.
First published: July 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...