અયોધ્યા પર ચુકાદો આપનારા જજ સાહેબના જીવને કોનાથી હતો ખતરો?

અયોધ્યા પર ચુકાદો આપનારા જજ સાહેબના જીવને કોનાથી હતો ખતરો?
બાબરી મસ્જિદ (ફાઇલ ફોટો)

રાય સાહેબ જણાવે છે કે જિલ્લા જજની પાસે સરેરાશ 30થી 35 પત્રો રોજ આવવા લાગ્યા, જેમાં 2-3 પત્રોને છોડીને બાકીના તમામમાં તેમને ધમકીઓ આપવામાં આવી હતી

 • Share this:
  અનિલ રાય:

  અયોધ્યાને ભગવાન રામના નામથી ઓળખવામાં આવે છે. એવામાં અહીં ભક્તિની વાત થવી જોઈએ, પરંતુ હવે ભક્તિથી વધુ અયોધ્યા વિવાદના કારણે જાણીતું છે. આ શહેરમાં સામાન્ય રીતે બધું શાંત રહે છે. આખું વર્ષ શ્રદ્ધાળુ આવતા રહે છે, રામની વાત થાય છે, પરંતુ 6 ડિસેમ્બર આવતાં-આવતાં શહેરનો માહોલ ગરમ થઈ જાય છે, શ્રદ્ધાળુ ઓછા થવા લાગે છે અને નેતા વધવા લાગે છે. ધર્મથી વધુ ચર્ચા વિવાદની થવા લાગે છે. આ વર્ષે સંખ્યા અને ચર્ચા બંનેમાં વૃદ્ધિ આવી છે. ચૂંટણીનું વર્ષ આવી રહ્યું છે તેથી આવું થવું સ્વાભાવિક છે.  અયોધ્યાનો ઈતિહાસ જોઈએ તો આઝાદી બાદ ત્રણ મહત્વપૂર્ણ પડાવ છે. પહેલો, 1949- જ્યારે વિવાદિત સ્થળ પર મૂર્તિઓ રાખવામાં આવી. બીજો, 1986- જ્યારે વિવાદિત સ્થળના તાળા ખોલવામાં આવ્યા અને ત્રીજો 1992- જ્યારે વિવાદિત સ્થળને ધ્વસ્ત કરવામાં આવ્યું. 1992 બાદની કહાણી સૌને ખબર છે પરંતુ 1949થી લઈને અત્યાર સુધી એવું ઘણું બધું થયું છે જે વાચકોએ જાણવું જોઈએ.

  અયોધ્યામાં વિવાદિત સ્થળના તાળા ખોલવાના ચુકાદો આપનારા જિલ્લા જજ કે એમ પાંડેની કહાણી પણ જાણવા જેવી છે. લાખો-કરોડો લોકોની જિંદગીઓ પર અસર કરનારા આ ચુકાદાએ ખુદ તેમના જીવન પર શું અસર પાડ્યો, વાંચો આ કહાણીમાં...

  અયોધ્યા વિવાદ વર્ષો જૂનો હતો. આઝાદી બાદથી જ આ મામલો વધુ ઝડપથી સળગવા લાગ્યો હતો. આ એક એવો વિવાદ હતો જેની પર આવનારો ચુકાદો દેશની આઝાદી બાદ સાંપ્રદાયિક સૌહાર્દને બગાડી શકે છે. એવામાં તત્કાલીન જિલ્લા જજ કે એમ પાંડેએ ભલે જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકથી ફૈજાબાદ જિલ્લામાં શાંતિ વ્યવસ્થાની સ્થિતિનો રિપોર્ટ લીધો હોય, પરંતુ મામલો માત્ર ફૈજાબાદ સુધી સીમિત નહોતો, પરંતુ સમગ્ર દુનિયામાં વસેલા હિન્દુ અને મુસ્લિમના જીવનમ પર અસર કરી શકતો હતો. જજ સાહેબ પણ તેનાથી બચ્યા નહોતા, ચુકાદા બાદથી તત્કાલીન જિલ્લા જજ કે એમ પાંડેને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ.

  પાંડેજીની સાથે સીજેએમ રહેલા સી ડી રાય જણાવે છે કે ચુકાદો આપ્યાના લગભગ એક કલાક બાદ પાંડેજીને ધમકીભર્યા પત્ર મળવાના શરૂ થઈ ગયા. રાય સાહેબ જણાવે છે કે જિલ્લા જજની પાસે સરેરાશ 30થી 35 પત્રો રોજ આવવા લાગ્યા, જેમાં 2-3 પત્રોને છોડીને બાકીના તમામમાં તેમને ધમકીઓ આપવામાં આવી હતી.

  અફઘાનિસ્તાન, સઉદી અરબ સહિત તમામ દેશો અને તમામ અલગ-અલગ ભાષાઓમાં ધમકીભર્યા પત્ર તેમની પાસે આવી રહ્યા હતા. એવામાં તેમની સુરક્ષાને લઈને જિલ્લા વહીવટીતંત્રની સાથોસાથ સાથી અધિકારી પણ ચિંતિત થવા લાગ્યા. આ તે સમય હતો જ્યારે જિલ્લા જજની પાસે સુરક્ષા તો શું ઓફિસ આવવા-જવા માટે પણ વાહન નહોતા. ચુકાદાના દિવસે તો જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષકે જાતે જ તેમને ઘર સુધી છોડ્યા, પરંતુ ઘણી મોટી સંખ્યામાં ધમકીભર્યા પત્ર મળ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રથી લઈને લખનઉમાં બેઠેલા ગૃહ વિભાગના અધિકારીઓને પણ તેમની સુરક્ષાની ચિંતા સતાવવા લાગી.

  ત્યારબાદ સરકારે તેમની સુરક્ષા માટે નિયમાવલીમાં સંશોધન કર્યું અને તાત્કાલીક તેમને સરકારી વાહન ફાળવવામાં આવ્યું. ઘરથી લઈને ઓફિસ સુધી તેમની સુરક્ષા કડક કરી દેવામાં આવી. સ્થાનિક લોકો પણ તેમની સુરક્ષાને લઈને ચિંતિત રહેતા હતા. અનેકવાર તો જિલ્લા કોર્ટમાં સંદિગ્ધ દેખાતા સ્થાનિક લોકો પણ તેમની પાછળ પડી જતા હતા, પરંતુ ધીમેધીમે પત્રોની સંખ્યા ઓછી થવા લાગી અને લગભગ 6 મહિના બાદ જજ પાંડેને ધમકીભયા પત્ર આવવા બંધ થઈ ગયા. પરંતુ ત્યારબાદ પણ તેમની સાથે સુરક્ષા સતત રાખવામાં આવી હતી.
  First published:December 05, 2018, 13:16 pm

  टॉप स्टोरीज