Supreme Court Ayodhya Verdict : આખી વિવાદિત જમીન રામલલા વિરાજમાનને સોંપવામાં આવી

News18 Gujarati
Updated: November 9, 2019, 11:42 AM IST
Supreme Court Ayodhya Verdict : આખી વિવાદિત જમીન રામલલા વિરાજમાનને સોંપવામાં આવી
ન્યૂઝ18 ક્રિએટિવ

Supreme Court Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ કર્યો.

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામલલા બિરાજમાનને સોંપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સંપાદિત કરવામાં આવેલી જમીનમાંથી અથવા અયોધ્યામાં જ અન્ય જગ્યાએ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવામાં આવે. સીજેઆઈ રંજને ગોગોઈને કહ્યું કે મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે. કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં જ આ માટે આ અંગેની યોજના બનાવે.

સુપ્રીમના ચુકાદા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અયોધ્યામાં રામ મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવશે. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે ઇતિહાસ જરૂરી છે પરંતુ કાયદો સૌથી ઉપર છે. સીજેઆઈએ કહ્યુ કે મીર બાકીએ બાબરી મસ્જિદ બનાવી હતી, પરંતુ 1949માં અડધી રાત્રા રામની પ્રતિમા રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : રામ જન્મભૂમિ-બાબરી કેસ : અયોધ્યાની વિવાદિત જમીન કેવી દેખાય છે?

CJIએ કહ્યુ કે, આપણા બધા માટે પુરાતત્વ, ધર્મ અને ઇતિહાસ જરૂરી છે, પરંતુ કાયદો સૌથી ઉપર છે. તમામ ધર્મોને એક નજરે જોવાનું આપણું કર્તવ્ય છે. દેશમાં દરેક નાગરિક માટે સરકારનો દ્રષ્ટિકોણ પણ આ જ હોવો જોઈએ.
મસ્જિદ ક્યારે બનાવવામાં આવી તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.

નિર્ણય સંભળાવતા સીજેઆઈએ કહ્યુ કે, રામ જન્મભૂમિ ન્યાયિક વ્યક્તિ નથી. અયોધ્યા કેસમાં નિર્મોહી આખાડાના કેસને કાઢી નાખતા કોર્ટે કહ્યુ કે રામલલા વિરાજમાન કાયદાકીય રીતે માન્ય છે. સુન્ની વકફ બોર્ડનો દાવો વિચાર
Loading...

કરવા યોગ્ય છે. સાથે કોર્ટે કહ્યુ કે ASIના રિપોર્ટને નજરઅંદાજ ન કરી શકાય. ખોદકામ દરમિયાન મળેલું માળખું બિનઇસ્લામિક હતું. જોકે, એએસઆઈએ એવું નહોતું કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : મસ્જિદના નિર્માણથી સુપ્રીમમાં સુનાવણી સુધી, અયોધ્યા જમીન વિવાદની સંપૂર્ણ કહાની

આસ્થાના નામે જમીનની માલિકીના હકનો ફેંસલો નહીં

સીજેઆઈએ કહ્યુ કે બંને પક્ષોની દલીલો પરથી કોઈ પરિણામ નથી આવતું. આસ્થાના નામે જમીનની માલિકીના હકનો નિર્ણય ન કરી શકાય. હિન્દુ મુખ્ય ગૂંબજને જ રામનું જન્મ સ્થળ માને છે. જ્યારે મુસ્લિમો આ જગ્યાએ નમાઝ
અદા કરે છે. હિન્દુ પક્ષ જે જગ્યાએ સીતા રસોઈ હોવાનો દાવો કરે છે, મુસ્લિમ પક્ષ આ જગ્યાએ મસ્જિદ અને કબ્રસ્તાન બતાવે છે. સીજેઆઈએ કહ્યુ, અંદરના ભાગની હંમેશા પૂજા કરવામાં આવતી હતી. બહારનો ચબૂતરો, રામ
ચબૂતરો અને સીતા સરોઈમાં પણ પૂજા થતી હતી.

હિન્દુ પક્ષે બહારના હિસ્સાનો દાવો સાબિત કર્યો

સીજેઆઈએ કહ્યુ કે પ્રાચિન યાત્રિકોએ જન્મભૂમિનો ઉલ્લેખ કર્યો છે. 1949 સુધી મુસ્લિમો મસ્જિદમાં નમાઝ પઢતા હતા, જે બાદમાં ત્યાં તાળું લગાવવામાં આવ્યું હતું. મુસ્લિમોએ મસ્જિદને ક્યારેય નથી છોડી. સીજેઆઈએ કહ્યુ કે
સંવિધાનની નજરે આસ્થામાં કોઈ ભેદભાવ નથી. સીજેઆઈએ કહ્યુ, કોર્ટ આસ્થા નહીં પરંતુ પુરાવા પર નિર્ણય આપે છે. હિન્દુ પક્ષે બહારના ભાગનો દાવો સાબિત કર્યો છે, અંદરનો હિસ્સો વિવાદિત છે.

First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...