અયોધ્યા કેસ: સુપ્રીમમાં ફરી ટળી સુનાવણી, નવી તારીખ જલ્દી જાહેર થશે

News18 Gujarati
Updated: January 28, 2019, 7:31 AM IST
અયોધ્યા કેસ: સુપ્રીમમાં ફરી ટળી સુનાવણી, નવી તારીખ જલ્દી જાહેર થશે
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસની સુનાવણી માટે નવી તારીખ આપવાની જાહેરાત કરી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી વધુ એક વખત ટળી છે. આ સુનાવણી ટળવાનું કારણ એ હતું કે જસ્ટિસ એસએ બોબડે ઉપસ્થિત નહીં રહી શકે. હવે વહેલી તકે સુપ્રીમ કોર્ટ દ્વારા નવી તારીખનું એલાન કરાશે. આ મહિનામાં બીજી વખત સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી ટળી છે. જસ્ટિસ યુયુ લલિતે બેન્ચમાંથી બહાર રહેવાનો નિર્ણય કરતા સુનાવણીની તારીખ લંબાવી દેવાઈ હતી.

અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પાંચ જજોની બંધારણીય ખંડપીઠની રચના કરી હતી. આ ખંડપીઠમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીરનો ઉમેરો કરવામાં આવ્યો હતો. નવી ખંડપીઠમાં જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી 29 જાન્યુઆરીએ સવારે થવાની હતી જે હાલ પુરતી ટળી ગઈ છે.
First published: January 27, 2019, 6:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading