સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદને લઈને રોજેરોજ સુનાવણી ચાલી રહી છે. હાલ રામલલા વિરાજમાનના વકીલ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બંધારણ પીઠ સમક્ષ રામલલા વિરાજમાનના વકીલે એએસઆઈના રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર મસ્જિદ બનાવવા માટે હિન્દુઓનું મંદિર તોડવામાં આવ્યું. રામલલા વિરાજમાન તરફથી સિનિયર વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યું કે રિપોર્ટમાં મગર અને કાચબાનો ઉલ્લેખ કર્યો છે, જે મુસ્લિમ સંસ્કૃતિનો હિસ્સો નથી.
આ દરમિયાન સિનિયર વકીલે એએસઆઈના રિપોર્ટના આધારે અનેક અન્ય પુરાતત્વિક પુરાવાઓને સુપ્રીમ કોર્ટની સમક્ષ રજૂ કરતાં કહ્યું કે વિવાદિત સ્થળ એક હિન્દુ મંદિર હતું.
12મી સદીના શિલાલેખનો હવાલો
આ દરમિયાન રામલલાના વકીલે 12મી સદીના શિલાલેખનો હવાલો આપ્યો. તેઓએ કહ્યું કે પથ્થરની જે પટ્ટી પર સંસ્કૃતના લેખ લખ્યા છે, તે વિવાદિત માળખું ધ્વસ્ત થયું તે સમયે એક પત્રકારે જોયો હતો. તેમાં સાકેતના રાજા ગોવિંદ ચંદ્રનું નામ છે. સાથોસાથ લખ્યું છે કે તે વિષ્ણુ મંદિરમાં લાગ્યો હતો.
તેઓએ કહ્યું કે 115 સેમી લંબાઈ અને 55 સેમી પહોળા શિલાલેખ ત્રણ ચાર સપ્તાહ સુધી રામ કથા કુંજમાં રાખવામાં આવ્યો. તે મસ્જિદ તોડી પડાયા બાદ મળ્યો, તેની પર કોઈ પક્ષકાર તરફથી વાંધો રજૂ કરવામાં આવ્યો નથી.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે શું આ બધું ASI દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું? રામલલાના વકીલ વૈદ્યનાથને કહ્યું કે આ ASIના રિપોર્ટમાં નહોતું, ASI ઘણા સમય બાદ આવી હતી. સીએમ વૈદ્યનાથને ASI રિપોર્ટના હવાલો આપતા મગર અને કાચબાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેનો મુસ્લિમ સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી.
'જન્મસ્થળે હતું એક મોટું મંદિર'
વિરાજમાને કહ્યું કે ASIના રિપોર્ટમાં જે તથ્ય આપવામાં આવ્યા છે કે મસ્જિદના સ્થાને મંદિર હતું અને મંદિરના સ્થાને મસ્જિદ બનાવવામાં આવ્યું. આ શિલાલેખ એ નિષ્કર્ષ પર પહોંચે છે કે જન્મસ્થળ પર એક મોટું મંદિર હતું. આ દરમિયાન વૈદ્યનાથને વિવાદાસ્પદ માળખાને તોડી પડાયું તે સમયના પાંચજન્યનો રિપોર્ટરના કોર્ટ સામે નિવેદન લીધા.
- માળખું તોડી પડાયું તે સમયે મેં શિલાઓ પડતી જોઈ હતી ત્યારે કેટલાક પોલીસવાળા તે પથ્થરોને ઉઠાવીને રામકથા કુંજ લઈ ગયા.
- આ શિલાઓ 4 ફુટ X 2 ફુટ આકારની હતી.
- તે શિલાલેખ રાજ્ય પુરાતત્વ વિભાગના કસ્ટડીમાં છે.
વૈદ્યનાથને કહ્યું કે ખોદકામ બાદ મળેલા અવશેષોની વૈજ્ઞાનિક તપાસ બાદ ASIનો રિપોર્ટ, ઘટનાસ્થળે મળેલા પુરાવાથી કોઈ શંકા કે વિવાદનો અવકાશ નથી રહેતો. આ બધું 11મી સદી દરમિયાન નિર્મિત છે.