આજે અયોધ્યા કેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર જજોની બેન્ચ બંધબારણે ચર્ચા કરશે

News18 Gujarati
Updated: October 17, 2019, 8:41 AM IST
આજે અયોધ્યા કેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર જજોની બેન્ચ બંધબારણે ચર્ચા કરશે
બંધ દરવાજા પાછળ યોજાનારી આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ જોઈને આગળના માર્ગ વિશે વિચારણા કરશે

બંધ દરવાજા પાછળ યોજાનારી આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ જોઈને આગળના માર્ગ વિશે વિચારણા કરશે

  • Share this:
નવી દિલ્હી : અયોધ્યા (Ayodhya)ની વિવાદિત ભૂમિને લઈ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં 6 ઑગસ્ટથી ચાલી રહેલી સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે. હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ ગુરુવારે ફરીથી એકત્રિત થશે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે પાંચ જજોની આ બેન્ચ ગુરુવારે ચેમ્બરમાં મળશે. બંધ દરવાજા પાછળ યોજાનારી આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ જોઈને આગળના માર્ગ વિશે વિચારણા કરશે. બીજી તરફ, કોર્ટ સુન્ની વક્ફ બોર્ડના દાવો પરત લેવા પર સુપ્રીમ કોર્ટ ચર્ચા કરી શકે છે.

આ બેઠકમાં જજ એ વાત પર ચર્ચા કરશે કે શું મધ્યસ્થતા પેનલના રિપોર્ટની સામગ્રી સાર્વજનિક કરવાની જરૂર છે કે નહીં.

40 દિવસ સુધી સુનાવણી ચાલી

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈ (CJI Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના સપ્ટેમ્બર 2010ના ચુકાદાની વિરુદ્ધ દાખલ અપીલો પર 6 ઑગસ્ટથી રોજે-રોજ 40 દિવસ સુધી સુનાવણી કરી. આ દરમિયાન વિભિન્ન પક્ષોએ પોત-પોતાની દલીલો રજૂ કરી.

બંધારણીય બેન્ચે આ મામલામાં સુનાવણી પૂરી કરતાં સંબંધિત પક્ષોને 'મોલ્ડિંગ ઑફ રિલીફ' (રાહતમાં ફેરફાર)ના મુદ્દે લેખિત દલીલ દાખલ કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો. બંધારણીય બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ધનંજય વાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર પણ સામેલ છે.

18 ઑક્ટોબર સુધી પૂરી થવાની હતી સુનાવણી

આ મામલામાં દશેરા બાદ 14 ઑક્ટોબરથી અંતિમ ચરણની સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટના પહેલા કાર્યક્રમ મુજબ સુનાવણી 18 ઑક્ટોબર સુધીમાં પૂરી કરવાની હતી. પરંતુ 14 ઑક્ટોબરે સુનાવણી શરૂ થતાં કોર્ટે કહ્યું કે, 17 ઑક્ટોબર સુધી પૂરી કરવામાં આવશે, પરંતુ 15 ઑક્ટોબરે બેન્ચે આ સમય મર્યાદા ઘટાડીને 16 ઑક્ટોબર કરી દીધી હતી.

રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ આ મુદ્દે 17 નવેમ્બરથી પહેલા જ ચુકાદો આવવાની આશા છે કારણ કે ચીફ જસ્ટસ રંજન ગોગઈ આ દિવસે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.

આ પણ વાંચો,

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા 13 પોપટને, જાણો શું છે ઘટના?
અયોધ્યા કેસ : 40 દિવસ ચાલેલી ઐતિહાસિક દલીલ પુરી, નિર્ણય સુરક્ષિત
First published: October 17, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading