અયોધ્યા પર ફાઇનલ સુનાવણી! સુપ્રીમમાં હિન્દુ-મુસ્લિમ પક્ષ આજે અંતિમ દલીલો રજૂ કરશે

News18 Gujarati
Updated: October 16, 2019, 9:15 AM IST
અયોધ્યા પર ફાઇનલ સુનાવણી! સુપ્રીમમાં હિન્દુ-મુસ્લિમ પક્ષ આજે અંતિમ દલીલો રજૂ કરશે
ચારેય પક્ષોને દલીલ કરવા 45-45 મિનિટ મળશે, જવાબ માટે મુસ્લિમ પક્ષને 1 કલાક મળશે

ચારેય પક્ષોને દલીલ કરવા 45-45 મિનિટ મળશે, જવાબ માટે મુસ્લિમ પક્ષને 1 કલાક મળશે

  • Share this:
નવી દિલ્હી : રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ (Ram Janm Bhoomi Babri Masjid)ના ભૂમિ વિવાદ મામલામાં હવે ચુકાદાનો સમય નજીક આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ બુધવારે સુનાવણી પૂરી થવાની આશા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, બુધવારે અયોધ્યા વિવાદ મામલામાં તેઓ સુનાવણી પૂરી કરવાનો પ્રયાસ કરશે. તેના માટે તેઓએ બંને પક્ષોને દલીલો રજૂ કરવા માટે કહ્યું છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (CJI Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 39 દિવસોથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી કરી રહી છે. આ પહેલા 18 ઑક્ટોબરને દલીલો રજૂ કરવાની સમય સીમા નક્કી કરવામાં આવી હતી. પરંતુ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મંગળવારે સંકેત આપ્યા છે કે ગુરુવારને બદલે બુધવારે સુનાવણી પૂરી કરવાનો પ્રયાસ કરશે.

મંગળવારે સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલ સી.એસ. વૈધનાથનને કહ્યું કે, બુધવારે 45 મિનિટ સુધી રજૂઆત કરી શકે છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પૂછ્યું કે, શું મોલ્ડિંગ ઑફ રિલીઝ ઉપર પણ બુધવારે જ ચર્ચા થશે? તો કોર્ટે કહ્યું કે, બુધવારે એક કલાક મુસ્લિમ પક્ષકાર જવાબ આપશે. ચાર પક્ષકારોને 45-45 મિનિટ મળશે. મોલ્ડિંગ ઑફ રિલીઝ ઉપર પણ આજે જ સુનાવણી થઈ શકે છે. મંગળવારે સુનાવણી દરમિયાન એક હિન્દુ પક્ષે દલીલ કરી કે ભારત વિજય બાદ મુગલ શાસક બાબર દ્વારા લગભગ 433 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થળે મસ્જિદ નિર્માણ કરી 'ઐતિહાસિક ભૂલ' કરવામાં આવી હતી અને હવે તેને સુધારવાની આવશ્યકતા છે.

સીનિયર વકીલ રાજીવ ધવનનો આરોપ

અગાઉ મુસ્લિમ પક્ષકારો તરફથી સીનિયર વકીલ રાજીવ ધવને સોમવારે આરોપ લગાવ્યો હતો કે સવાલ માત્ર તેમને જ પૂછવામાં આવે છે અને હિન્દુ પક્ષને સવાલ નથી કરવામાં આવતા. બંધારણીય બેન્ચે અયોધ્યા વિવાદમાં અલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચુકાદાની વિરુદ્ધ દાખલ અપીલો પર મંગળવારે 39માં દિવસે પણ સુનાવણી કરી હતી.

ચુકાદા માટે અયોધ્યા તૈયાર છે?સુપ્રીમ કોર્ટમાં આ વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચતાં જ અયોધ્યામાં પણ ગતિવિધિઓ વધી ગઈ છે. અયોધ્યા જિલ્લામાં 10 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં સંતોનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. અયોધ્યામાં કોઈ પ્રકારની સ્થિતિ ન બગડે તેના માટે સુરક્ષા દળો પણ તહેનાત છે.

આ પણ વાંચો,

PMC Scam: બેંકમાં ફસાયા 90 લાખ રૂપિયા, ખાતાધારકનું હાર્ટ અટેકથી મોત
નૉબલ મળ્યાના સમાચાર સાંભળ્યા બાદ અભિજીત બેનર્જીએ કર્યુ હતું આ કામ!

First published: October 16, 2019, 8:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading