Home /News /national-international /Ayodhya Ram Mandir: સંશોધકનો મોટો ખુલાસો - અયોધ્યા પહોંચ્યા શાલિગ્રામ પર છીણી-હથોડી નહીં ચાલે; જાણો કારણ...
Ayodhya Ram Mandir: સંશોધકનો મોટો ખુલાસો - અયોધ્યા પહોંચ્યા શાલિગ્રામ પર છીણી-હથોડી નહીં ચાલે; જાણો કારણ...
ભગવાન રામની મૂર્તિ જે શીલામાંથી બનાવવામાં આવશે તે શાલિગ્રામ પથ્થર - ફાઇલ તસવીર
Ayodhya Ram Mandir: આ વખતે સાધુ-સંતો, મહંતો અને રામભક્તોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, આ પથ્થરમાંથી ભગવાન રામ સહિત ચારેય ભાઈઓની મૂર્તિઓ બનાવવામાં આવશે, પરંતુ આ શિલા પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ મૂર્તિ બનાવવાના દાવાને ફગાવી દીધા છે.
અયોધ્યાઃ સેંકડો વર્ષો અને હજારો બલિદાન બાદ આખરે રામભક્તોનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. રામનગરીમાં લોકોના ઉપાસક ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. બરાબર 11 મહિના પછી રામ લલ્લા તેમના ગર્ભગૃહમાં બિરાજશે. પરંતુ કયા સ્વરૂપમાં તે વિશે કોઈને કંઈ ખબર નથી. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી નેપાળથી આવેલા બે મહાકાય પથ્થરોને લઈને દેશમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચીને પથ્થરની પૂજા કરી રહ્યા છે, પણ જે રામના ભક્તો શાલિગ્રામ શિલા તરીકે પૂજે છે, તે વાસ્તવમાં શાલિગ્રામ નહીં પણ દેવ શિલા છે. વાસ્તવમાં આ દાવો અમારા દ્વારા નહીં પરંતુ શીલા પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ કર્યો છે. આવો જાણીએ શું છે આખો મામલો...
નેપાળની કાલી ગંડકી નદીમાંથી બે વિશાળ શાલિગ્રામ પથ્થરો અયોધ્યા લાવવામાં આવ્યા છે. જેને અયોધ્યાના રામસેવકપુરમમાં રાખવામાં આવ્યો છે. જેમાં એક પથ્થર 26 ટન અને બીજો 14 ટનનો છે. આ વખતે ઋષિ-સંતો, મહંતો અને રામ ભક્તોમાં ચર્ચા જોરદાર છે કે, ભગવાન રામ સહિત ચારેય ભાઈઓની મૂર્તિઓ આ શિલામાંથી બનાવવામાં આવશે. આ જ કારણ છે કે, મૂર્તિ બનાવતા પહેલાં જ શિલાની પૂજા શરૂ થઈ ગઈ છે. પરંતુ આ ખડક પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ મૂર્તિ બનાવવાના દાવા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
જીઓલોજિકલ સાયન્ટિસ્ટ ડૉ. કુલરાજ ચાલીસે ન્યૂઝ18 લોકલ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, તેઓ આ વિશાળ ખડક પર ઘણાં મહિનાઓથી સંશોધન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અયોધ્યા લાવવામાં આવેલી શિલા ઘણી કિંમતી છે. આ દેવ શિલાને લોખંડના ઓજારો વડે કોતરાવી શકાતી નથી. જો કે, આ ખડકને કોતરવા માટે હીરા કાપવાના સાધનોનો ઉપયોગ કરવો પડશે. ભગવાન રામનું સ્વરૂપ બનાવવા માટે મા જાનકી શહેરથી લાવવામાં આવેલી દેવશિલા 7 હાર્નેસની છે. તેથી જ તેને લોખંડની છીણી વડે કોતરણી કરી શકાતી નથી. કારણ કે, લોખંડમાં 5 હાર્નેસ જોવા મળે છે.
લગભગ 7 મહિનાથી સંશોધન ચાલી રહ્યું છે
ભૂસ્તરશાસ્ત્રી ડૉ. કુલરાજ ચાલીસે કહે છે કે, ગયા જૂનથી અમારી ટીમ આ પથ્થર પર સંશોધન કરી રહી છે. જ્યારે અમે અયોધ્યા આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભગવાન શ્રીરામની મૂર્તિ નેપાળની ગંડકી નદીમાં મળેલા શાલિગ્રામ ખડકમાંથી બનાવવાની છે, ત્યારથી અમે સંશોધન કરી રહ્યા છીએ. અમે અમારો પ્રથમ રિપોર્ટ પણ સબમિટ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર