રામ મંદિર ભૂમિ પૂજન પછી લોકોએ દિલ ખોલીને કર્યું દાન, 60 કરોડ રૂપિયાથી વધુનું મળ્યું દાન

રામ મંદિર

અત્યાર સુધી રામ મંદિર ટ્રસ્ટ પાસે લગભગ 50 કરોડ રૂપિયા અને અનેક ટન સોના અને ચાંદી આવી ચૂક્યું છે.

  • Share this:
    ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir) ભૂમિ પૂજન પર રામ ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. ભવ્ય મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 60 કરોડથી વધુની ધનરાશિ દાન રૂપે મળી ચૂકી છે. આ પહેલા રામ જન્મભૂમિ ન્યાસે પોતાની પાસે રહેલા 12 કરોડ રૂપિયા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને બન્યા પછી તેને સોંપી દીધા હતા. ટ્રસ્ટ બન્યા પછી હજી સુધી 50 કરોડથી વધુ ધનરાશિ દાન સ્વરૂપે ખાતામાં જમા થઇ ચૂકી છે.

    ઉલ્લેખનીય છે કે રામલલાની આધારશિલા રાખવામાં આવી તે પહેલા જ રામ ભક્તો દ્વારા રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને મહાસચિવની પાસે સહયોગની રાશિઓ મળવા લાગી હતી. અત્યાર સુધી રામ મંદિર ટ્રસ્ટ પાસે લગભગ 50 કરોડ રૂપિયા અને કઇ ટન સોના અને ચાંદી છે.

    રામ જન્મભૂમિ તીર્થી ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિર નિર્માણને લઇને ગત 2 મહિનામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની પાસે આવી રહેલા રામ ભક્ત કંઇને કંઇ આપી રહ્યા છે. ખાસ કરીને ચાંદી લોકો આપે છે. મણિરામ દાસ છાવણીના પૂજારી દિગંવત બજરંગ દાસે પણ મંદિર નિર્માણ માટે 40 કિલોની ચાંદીની ઇંટ આપી હતી. આમ 10 કિલો, 1 કિલો અને 5 કિલો કુલ મળીને 1 ક્લિટન ચાંદી ખરીદી હતી અને સોનાના દાન પણ જે પણ ટ્રસ્ટને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યા છે.

    વધુ વાંચો :

    આ પહેલા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક વીડિયો મેસેજ દ્વારા કહ્યું કે પ્રભુ શ્રીરામની પાવન જન્મભૂમિ પર અનેક ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય માનનીય વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન પછી કરવામાં આવ્યું છે. અનેક લોકો મંદિર નિર્માણના કામ માટે પોતાનું આર્થિક યોગદાન આપવા આગળ આવ્યા છે.

    ચંપત રાય કહ્યું કે તમે તમારા પૈસા સીધા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરી શકો છો. ટ્રાંસફર કરવાની તમામ ડિટેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
    Published by:Chaitali Shukla
    First published: