અયોધ્યા: રામ જન્મભૂમિ પર હવે બૌદ્ધ ધર્મનો દાવો, બે ભિક્ષુઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

બૌદ્ધ ધર્મ ભિક્ષુક

ભાંતેય બુદ્ધ શરણ કેસરિયાનું કહેવું છે કે રામજન્મભૂમિમાં મળેલા અવશેષ પ્રાચીન બૌદ્ધ નગરીના છે.

 • Share this:
  રામ જન્મભૂમિ (Ram Janambhoomi) પર હવે બૌદ્ધ ધર્મમાં માનતા લોકોએ પોતાનો દાવો કર્યો છે. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાથી અયોધ્યા પહોંચેલા બે બૌદ્ધ ભિક્ષુઓએ જિલ્લાઅધિકારી કાર્યાલયની પાસે આંબેડકર પ્રતિમાની સામે આમરણાંત ઉપવાસ કરવાની શરૂઆત કરી છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા આઝાદ બૌદ્ધ ધમ્મ સેનાના પ્રધાન સેનાનાયક ભાંતેય બુદ્ધ શરણ કેસરિયાનું કહેવું છે કે રામ જન્મભૂમિ પર આયોધ્યાના જે અવશેષ મળ્યા છે તે પ્રાચીન બૌદ્ધ નગરી 'સાકેત'ના છે. અને તેમની પાસે આ માટે પુરાવા પણ છે. માટે તે યુનેસ્કોના સંરક્ષણમાં રામ જન્મભૂમિ પરિસરનું ખોદકામ કરવાની તેમણે માંગ કરી છે.

  શ્રી રામજન્મભૂમિ પરિસરમાં સમતલ કરતી વખતે કેટલીક પ્રાચીન મૂર્તિ અને પ્રતીક ચિન્હો મળ્યા હતા જે પછી આ વિવાદ શરૂ થયો હતો. કેન્દ્ર અને પ્રદેશ સરકાર પર બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો નાબૂદ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અખિલ ભારતીય આઝાદ બૌદ્ધ ધમ્મ સેનાએ રામ જન્મભૂમિના ખોદકામથી મળેલા અવશેષોને સંરક્ષિત કરવાની માંગણી કરી છે. સંગઠનું માનવું છે કે રામ જન્મભૂમિ પર મળતા પ્રતીક ચિન્હો બૌદ્ધા કાલીન છે. અને અહીં ખોદકામની માંગણી સાથે બે વુદ્ધ બૌદ્ધે કલેક્ટ્રેટ પરિસરમાં ઉપવાસ શરૂ કર્યા છે.

  વધુ વાંચો : બ્રહ્મપુત્ર નદીની નીચે બનશે દેશની પહેલી રોડ ટનલ, ચીનમાં બનેલી ટનલથી પણ હશે લાંબી

  ભાંતેય બુદ્ધ શરણ કેસરિયાનું કહેવું છે કે રામજન્મભૂમિમાં મળેલા અવશેષ અયોદ્ધાની પ્રાચીન બૌદ્ધ નગરીના છે. સાકેત નગરીના કૌશલ નરેશ રાજા પ્રસેનજીતે પરમ પૂજ્ય બોધિસત્વ લોષમ ઋષિની સ્મૃતિમાં બનાવી હતી. ધમ્મ સેનાએન યુનેસ્કોના સંરક્ષણમાં રામજન્મભૂમિનું ખોદકામ કરવાની માંગ કરી હતી. ધમ્મ સેનાનાયક કહ્યું કે સંગઠ રામ મંદિરના નિર્માણનો વિરોધ નથી કરી રહ્યો. બૌદ્ધ સંસ્કૃતિના અવશેષા સંરક્ષિત કરવાની માંગણી કરી રહ્યો છે.

  બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું કહેવું છે કે આ પ્રાચીન સાકેત નામની નગરીના અવશેષો હોઇ શકે. તેમણે કહ્યું કે જેમને રામ મંદિર બનાવવું હોય તે બનાવે પણ ખોદકામ દરમિયાન જે બૌદ્ધ પ્રતીકો છે તેને નષ્ટ ન કરે. અને તેની યોગ્ય રીતે સંરક્ષિત કરવામાં આવે. જે માટે બે બુદ્ધ કલેક્ટ્રર પરિસરમાં ઘરણાં કરવા બેઠા છે.
  Published by:Chaitali Shukla
  First published: