અયોધ્યા : PM મોદી સાથે મંચ પર રહેશે આ 5 ગણમાન્ય, જાણો ભૂમિપૂજનના કાર્યક્રમની રૂપરેખા

અયોધ્યા : PM મોદી સાથે મંચ પર રહેશે આ 5 ગણમાન્ય, જાણો ભૂમિપૂજનના કાર્યક્રમની રૂપરેખા
અયોધ્યા : PM મોદી સાથે મંચ પર રહેશે આ 5 ગણમાન્ય, જાણો ભૂમિપૂજનના કાર્યક્રમની રૂપરેખા

સૂત્રોના મતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે સવારે લગભગ 11.15 વાગે અયોધ્યા પહોંચશે

 • Share this:
  અયોધ્યા : રામ મંદિર ભૂમિપૂજન(Ram temple Bhoomi Pujan)ને લઈને અયોધ્યામાં (Ayodhya)એક ઉત્સવ જેવો માહોલ છે. રામ મંદિર ભૂમિપૂજનના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)અયોધ્યા જવાના છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. એ પણ નક્કી થઈ ગયું છે કે કાર્યક્રમ સ્થળ પર તેમની સાથે કોણ-કોણ ગણમાન્ય વ્યક્તિ મંચ પર રહેશે.

  સૂત્રોનો મતે ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંચ પર રહેનાર 5 નામ નક્કી કરી નાખવામાં આવ્યા છે. જેમા પ્રથમ નામ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું છે. આ સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ મંચ પર રહેશે.  આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1153 કેસ નોંધાયા, 24 કલાકમાં 833 દર્દીઓ સાજા થયા

  કોરોના સંક્રમણને જોતા 200 મહેમાનોને જ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહેમાનોની યાદી મંદિર ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ યાદી પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલી આપી છે.

  સૂત્રોના મતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે સવારે લગભગ 11.15 વાગે અયોધ્યા પહોંચશે. અયોધ્યા પહોંચ્યા પછી તે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કરશે. હનુમાનગઢી પછી રામલલાના દર્શન કરશે અને પછી ભૂમિપૂજનના કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચશે. ટ્રસ્ટના સૂત્રોના મતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાકડામાંથી બનેલી દુર્લભ પ્રતિમા ભેટ આપવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:July 31, 2020, 23:13 pm

  ટૉપ ન્યૂઝ