Home /News /national-international /

Al Zawahiri Killed: 9.48 કલાકે બાલકનીમાં ઉભો હતો જવાહિરી, અમેરિકાએ આવી રીતે ઠાર કર્યો, જાણો સીક્રેટ ઓપરેશન

Al Zawahiri Killed: 9.48 કલાકે બાલકનીમાં ઉભો હતો જવાહિરી, અમેરિકાએ આવી રીતે ઠાર કર્યો, જાણો સીક્રેટ ઓપરેશન

અધિકારીઓએ કહ્યું કે જવાહિરી એક સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો. જ્યારે ડ્રોને તેના પર બે મિસાઇલ દાગી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Ayman al Zawahiri killed - જવાહિરી પર હુમલા પહેલા બાઇડેને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે ઘણા સપ્તાહ સુધી મિટિંગ કરી હતી. આટલું જ નહીં આ હુમલા સમયે કોઇપણ અમેરિકન કાબુલમાં હાજર ન હતા

    કાબુલ : અમેરિકાના ડ્રોન હુમલામાં અલકાયદાના પ્રમુખ અયમાન અલ જવાહિરીનું મોત (Al Qaeda Chief Al Zawahiri Killed)થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને (joe biden)આ જાણકારી આપી છે. ઓસામા બિન લાદેનને મોત પછી જવાહિરી ( Al Zawahiri)અલકાયદાનો ((Al Qaeda)લીડર હતો.

    સીએનએનના રિપોર્ટ પ્રમાણે જવાહિરીએ કાબુલમાં શરણ લીધી હતી. તે ડ્રોન હુમલામાં માર્યો ગયો છે. આ હુમલા માટે અમેરિકાએ બે Hellfire મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે જવાહિરી એક સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો. જ્યારે ડ્રોને તેના પર બે મિસાઇલ દાગી હતી. રિપોર્ટ પ્રમાણે ડ્રોન હુમલો શનિવારે રાત્રે 9.48 કલાકે કરવામાં આવ્યો હતો. સ્થળ પર પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત હતા પણ તેમને કોઇ નુકસાન પહોંચ્યું નથી. ફક્ત જવાહિરી માર્યો ગયો છે.

    જવાહિરી પર હુમલા પહેલા બાઇડેને પોતાના કેબિનેટ અને સલાહકારો સાથે ઘણા સપ્તાહ સુધી મિટિંગ કરી હતી. આટલું જ નહીં આ હુમલા સમયે કોઇપણ અમેરિકન કાબુલમાં હાજર ન હતા.

    આ પણ વાંચો - અમેરિકાને મળી મોટી સફળતા, ડ્રોન હુમલામાં અલકાયદાનો ચીફ જવાહિરી ઠાર

    હક્કાની તાલિબાનના વરિષ્ટ લોકોને ક્ષેત્રમાં જવાહિરીની ઉપસ્થિતિની જાણકારી હતી. અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે આ દોહા સમજુતીનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાલિબાની જવાહિરીની ઉપસ્થિતિ સંતાડવાનો પ્રયત્ન કર્યો હતો. તાલિબાને તેના ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું કે તેના સ્થળ સુધી કોઇ પહોંચી શકે નહીં. આ માટે તેના પરિવારના સભ્યોની લોકેશન પણ બદલવામાં આવી હતી.

    આ હુમલા માટે અમેરિકાએ બે Hellfire મિસાઇલનો ઉપયોગ કર્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)


    અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેના પરિવારને નિશાન બનાવવામાં આવ્યા નથી. તેમને કોઇ નુકસાન પણ પહોંચ્યું નથી. અમેરિકાએ આ મિશનની જાણકારી તાલિબાનને પણ આપી ન હતી.

    આ પણ વાંચો - હનીટ્રેપ: નિશા અને અંકિતા બનીને ISI ની 2 હસીનાઓએ આવી રીતે ભારતીય જવાનને ફસાવ્યો

    રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે જવાહિરીના મોતની જાણકારી આપી હતી. આતંકી જવાહિરીના માથે 25 મિલિયન ડોલરનું ઇનામ હતું. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા હુમલામાં જવાહિરી સામેલ હતો, જેમાં લગભગ 3000 લોકોના મોત થયા હતા.

    રોયટર્સના મતે ગોપનીયતાની શરત પર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર રવિવારે સવારે ડોન સ્ટ્રાઇક કરી હતી. વ્હાઇટ હાઉસમાં આપેલા સંબોધનમાં બાઇડેને કહ્યું કે હવે ન્યાય થઇ ગયો છે અને હવે આ આતંકી નેતા રહ્યો નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Afghanistan News, Joe biden

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन