રામ મંદિર ભૂમિ પૂજન બાદ દેશને સંબોધિત કરશે PM મોદી, આ રહ્યો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ

News18 Gujarati
Updated: August 4, 2020, 10:36 AM IST
રામ મંદિર ભૂમિ પૂજન બાદ દેશને સંબોધિત કરશે PM મોદી, આ રહ્યો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ
રામ જન્મભૂમિ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ ત્રણ કલાક રોકાણ કરશે, આ કાર્યક્રમોમાં સામેલ થશે

રામ જન્મભૂમિ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ ત્રણ કલાક રોકાણ કરશે, આ કાર્યક્રમોમાં સામેલ થશે

  • Share this:
અયોધ્યાઃ 5 ઓગસ્ટે રામ જન્મભૂમિ (Ram Janambhumi) પરિસરમાં ભૂમિ પૂજન (Bhumi Pujan) ઠીક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યાની ધરતી પરતી દેશને સંબોધિત કરશે. વડાપ્રધાન પહેલા RSS પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)નું સંબોધન હશે. વડાપ્રધાનના નિયત કાર્યક્રમ મુજબ તેઓ માત્રને માત્ર રામ મંદિર સાથે જોડાયેલા કાર્યક્રમમાં જ સામેલ થશે. વડાપ્રધાન લગભગ ત્રણ કલાક સુધી રામ નગરીમાં સમય પસાર કરશે.

PM મોદીનો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ

વડાપ્રધાન મોદી બુધવાર સવારે 9:35 વાગ્યે દિલ્હીથી લખનઉ માટે રવાના થશે. તેઓ 10:35 વાગ્યે લખનઉના અમૌસી એરપોર્ટ પર પહોંચશે. અહીંથી 10:40 વાગ્યે હેલિકોપ્ટરથી અયોધ્યાની સાકેત કોલેજમાં બનેલા હેલીપેડ પર લૅન્ડ કરશે. લગભગ 11:30 વાગ્યે પીએમ મોદી અયોધ્યા પહોંચશે. અહીં વડાપ્રધાન મોદીનું સ્વાગત અલગ-અલગ સ્થળે લોકો દ્વારા કરવામાં આવશે.

સાકેત કોલેજના હેલીપેડ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, જિલ્લાધિકારી અનુજા ઝાની સાથે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ રામ જન્મભૂમિ પર સ્વાગતની જવાબદારી અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન, રામ મંદિર ભવન નિર્મણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની રહેશે.

આ પણ વાંચો, રામ મંદિર નિર્માણઃ માત્ર 32 સેકન્ડનું છે શુભ મુહૂર્ત, જાણો PM મોદી ક્યારે કરશે ભૂમિ પૂજન

ત્યારબાદ તેઓ હનુમાનગઢીમાં પૂજા અર્ચના બાદ પારિજાતના વૃક્ષનું રોપણ કરશે. ત્યારબાદ પીએમ મોદી ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ થશે. શુભ મુહૂર્ત 32 સેકન્ડનું છે જે બપોરે 12 વાગીને 44 મિનિટ 8 સેકન્ડથી 12 વાગીને 44 મિનિટ 40 સેકન્ડની વચ્ચે છે. આ મુહૂર્તની વચ્ચે વડાપ્રધાન મોદી ચાંદીની ઈંટથી રામ મંદિરનું શિલાન્યાસ કરશે. તેના બાદ મંચથી RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હશે. ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે.આ પણ વાંચો, રામ મંદિર શિલાન્યાસઃ PM મોદી 5 ઓગસ્ટે રામલલા પર બહાર પાડી શકે છે પોસ્ટલ સ્ટેમ્પ

અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ બનશે યજમાન : 5 ઓગસ્ટે ભૂમિ પૂજન દરમિયાન શિલાપટનું અનાવરણ પણ થશે. સાથોસાથ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડવામાં આવશે. મંચ પર પીએમ મોદીની સાથે મહંત નૃત્ય ગોપાલદાસ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને RSS પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. આ દરમિયાન અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ યજમાન બનશે.
Published by: Mrunal Bhojak
First published: August 4, 2020, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading